India

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, ઘટનાસ્થળેથી આર્મી-પોલીસ દ્વારા વપરાતાં 3 કારતૂસ મળ્યાં

By GS TEAM
16 Nov 20252 mins read
TukuTouch Logo
લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટની તપાસમાં દિલ્હી પોલીસને એક મહત્વની પરંતુ રહસ્યમય કડી મળી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધમાકાના સ્થળેથી 9mm કેલિબરના ત્રણ કારતૂસ મળી આવ્યા છે, જેમાંથી બે જીવંત છે અને એક ખાલી ખોખું છે. આશ્ચર્યની વાત એ છે કે, ઘટનાસ્થળેથી કોઈ પિસ્તોલ કે હથિયારનો કોઈ ભાગ મળ્યો નથી. આથી, કારતૂસ તો મળ્યા પરંતુ તે ચલાવનાર હથિયાર ગાયબ છે, જેણે તપાસ એજન્સીઓ સામે નવા સવાલો ઉભા કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, ઘટનાસ્થળેથી આર્મી-પોલીસ દ્વારા વપરાતાં 3 કારતૂસ મળ્યાં

Delhi Blast Case : લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટની તપાસમાં દિલ્હી પોલીસને એક મહત્વની પરંતુ રહસ્યમય કડી મળી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધમાકાના સ્થળેથી 9mm કેલિબરના ત્રણ કારતૂસ મળી આવ્યા છે, જેમાંથી બે જીવંત છે અને એક ખાલી ખોખું છે. આશ્ચર્યની વાત એ છે કે, ઘટનાસ્થળેથી કોઈ પિસ્તોલ કે હથિયારનો કોઈ ભાગ મળ્યો નથી. આથી, કારતૂસ તો મળ્યા પરંતુ તે ચલાવનાર હથિયાર ગાયબ છે, જેણે તપાસ એજન્સીઓ સામે નવા સવાલો ઉભા કર્યા છે.



કારતૂસનું રહસ્ય

9mm પિસ્તોલ સામાન્ય રીતે સુરક્ષા દળો અને પોલીસકર્મીઓ દ્વારા જ ઉપયોગમાં લેવાય છે, સામાન્ય નાગરિકો તેને રાખી શકતા નથી. પોલીસે ઘટનાસ્થળે હાજર પોતાના સ્ટાફના હથિયારો અને કારતૂસની પણ તપાસ કરી, પરંતુ કોઈ પણ પોલીસકર્મીના કારતૂસ ગુમ થયા નથી. હવે એજન્સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ કારતૂસ બ્લાસ્ટ થયેલી i20 કારમાંથી પડ્યા હતા કે પછી તે કોઈ અન્ય રીતે ત્યાં પહોંચ્યા.

ફરીદાબાદ યુનિવર્સિટી કનેક્શન અને મોટી ચૂક? 

દરમિયાન, તપાસમાં એક મોટો ખુલાસો થયો છે જે પોલીસની સંભવિત ચૂક તરફ ઈશારો કરે છે. બ્લાસ્ટમાં વપરાયેલી આતંકી ઉમરની i20 કાર 29 અને 30 ઓક્ટોબરે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં પાર્ક કરેલી હતી. ઉમર 30 ઓક્ટોબરે આ કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

... તો હુમલાને ટાળી શકાયો હોત 

ચિંતાની વાત એ છે કે ઉમરના સાથી આતંકી મુઝમ્મિલની ધરપકડ ઉમરના ભાગી છૂટવાના બે દિવસ પહેલા, એટલે કે 28 ઓક્ટોબરે જ થઈ ગઈ હતી. આનાથી સવાલ ઉભો થાય છે કે શું ફરીદાબાદ અને કાશ્મીર પોલીસે મુઝમ્મિલની ધરપકડ બાદ સમયસર અલ-ફલાહ યુનિવર્સિટીના CCTV ફૂટેજ તપાસ્યા? જો એમ કરવામાં આવ્યું હોત, તો ઉમર અને તેની કારને ટ્રેક કરી શકાઈ હોત અને સંભવતઃ આ હુમલાને ટાળી શકાયો હોત. એવું લાગે છે કે એજન્સીઓએ આ સુવર્ણ તક ગુમાવી દીધી.

બ્લાસ્ટ પછીના દ્રશ્યોનો વીડિયો 

આ ઉપરાંત, બ્લાસ્ટ પછી તરતનો એક CCTV વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભયાનક અફરા-તફરીનો માહોલ દેખાઈ રહ્યો છે. વીડિયોમાં સામાન્ય લોકો ઘાયલોને હાથલારી અને ઈ-રિક્ષામાં નાખીને હોસ્પિટલ લઈ જતા જોવા મળે છે, જ્યારે પાછળ ગાડીઓમાં આગ લાગેલી દેખાઈ રહી છે.