VIDEO: દિલ્હી બ્લાસ્ટનો નવો વીડિયો, ટ્રાફિકમાં થયેલો ભયંકર વિસ્ફોટ CCTVમાં કેદ

Delhi blast : દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર બ્લાસ્ટનો નવો CCTV વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, વાહનોની ધીમી ગતિએ ચાલતી લાઇન વચ્ચે વિસ્ફોટ થયો હતો. જે i-20 કારમાં વિસ્ફોટ થયો હતો, જે ધીરે ધીરે રેડ લાઈટ પાસે આવી રહી હતી. ટ્રાફિકમાં ચાલતી કારમાં અચાનક વિસ્ફોટ થાય છે, જેના કારણે નજીકના વાહનોને ભારે નુકસાન થાય છે. વિસ્ફોટ થયેલી કારની આસપાસના છ કે સાત વાહનોના ટુકડા થઈ જાય છે.
'...તેણે ડરથી વિસ્ફોટ કર્યો હતો'
દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટને લઈને હવે નવી થીયરી બહાર આવી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા વાયરલ થયેલી પોસ્ટ બાદ એવી અટકળો કાઢવામાં આવી રહી છે કે, આતંકવાદી ઉમર ગભરાઈ ગયો હતો અને તેણે ડરથી વિસ્ફોટ કર્યો હતો. જોકે, 10 નવેમ્બરના બોમ્બ વિસ્ફોટ પછી દરેકના મનમાં એક પ્રશ્ન ઉભો થયો છે કે, શું આ હુમલો આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હતો કે નહીં.
'You can run but you can't hide'
કાશ્મીર પોલીસે ઇન્સ્ટાગ્રામ પર 10 નવેમ્બરના રોજ સાંજે 6:10 વાગ્યે એક મેસેજ પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, 'You can run but you can't hide'એટલે જમ્મુ અને તમે દોડી શકો છો, પણ તમે છુપાઈ શકતા નથી. જેથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ પોલીસ ચોકી જોઈને ઉમર ગભરાઈ ગયો હતો. ધરપકડના ડરથી, ઉમરે ઉતાવળે પોતાની કારમાં વિસ્ફોટકો ગોઠવ્યા અને જમ્મુ અને કાશ્મીર પોલીસની ચોકીથી લગભગ 40 મિનિટ પછી સાંજે 6:52 વાગ્યે બોમ્બ વિસ્ફોટ કર્યો.

