Get The App

દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોપ 10 શહેરો ભારતના, દિલ્હી-મુંબઈની હવાની ગુણવત્તામાં થોડો સુધારો

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોપ 10 શહેરો ભારતના, દિલ્હી-મુંબઈની હવાની ગુણવત્તામાં થોડો સુધારો 1 - image

Top Polluted Cities In India: ભારતની હવાનું સ્તર ખુબ જ ખરાબ લેવલ પર પહોંચી ગયું છે. દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોપ 10 શહેરોમાં માત્ર ભારતના શહેરોના નામ છે. જોકે, આ ટોપમાં દિલ્હી-મુંબઈ નથી. દિલ્હી અને નોઈડા સૌથી વધુ પ્રદૂષિત હવા ધરાવતા શહેરો છે. પરંતુ આજે આ બંને શહેરોની હવાની ગુણવત્તામાં સુધારો નોંધાતા તે દેશના ટોચના 10 પ્રદૂષિત શહેરોની યાદીમાંથી બહાર થયા છે. આજે નોઈડાનો AQI 197, જ્યારે ગ્રેટર નોઈડાનો 162 નોંધાયો છે. જેથી તેને મોડરેટ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.

ગુરુગ્રામ, દિલ્હી, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં હવાની ગુણવત્તા ઘટી હોવા છતાં અન્ય શહેરોની તુલનાએ ઓછી પ્રદૂષિત છે. ગુરુગ્રામની હવાની ગુણવત્તા દેશમાં 20મા ક્રમે છે. દિલ્હી 21મા, ગાઝિયાબાદ 24મા, ફરીદાબાદ 25મા અને નોઈડા 27મા ક્રમે છે.

હરિયાણામાં સૌથી વધુ પ્રદૂષણ

દેશના સૌથી પ્રદૂષિત શહેરોની વાત કરીએ તો, તેમાંથી મોટાભાગના શહેરો હરિયાણામાં છે. બે ઉત્તર પ્રદેશમાં છે અને એક રાજસ્થાનમાં છે. હરિયાણાનું ફતેહાબાદ આજે સૌથી પ્રદૂષિત શહેર છે. બલ્લભગઢ બીજા ક્રમે છે, ત્યારબાદ સોનીપત ત્રીજા ક્રમે છે, મુઝફ્ફરનગર ચોથા ક્રમે છે, પંચકુલા પાંચમા ક્રમે છે, રાજસ્થાનનું હનુમાનગઢ છઠ્ઠા ક્રમે છે, રોહતક સાતમા ક્રમે છે અને પાણીપત આઠમા ક્રમે છે. કરનાલ નવમા ક્રમે છે અને બાગપત દસમા ક્રમે છે.

દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોપ 10 શહેરો ભારતના, દિલ્હી-મુંબઈની હવાની ગુણવત્તામાં થોડો સુધારો 2 - image

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સુધરી

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો થવાનું કારણ વરસાદ અને પવનની ગતિમાં વધારો દર્શાવે છે. સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટ (હવામાન અને આબોહવા પરિવર્તન) મહેશ પલાવતે જણાવ્યું કે, હવાની ગુણવત્તાનો ઈન્ડેક્સ સુધર્યો છે. જેની પાછળનું કારણ હવામાન પરિસ્થિતિઓ અને પવન મહત્વપૂર્ણ પરિબળો હતા. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જેમ કે ફરીદાબાદ અને નોઈડામાં હળવા વરસાદે પ્રદૂષકો ઘટાડવામાં અને હવાને સાફ કરવામાં મદદ કરી છે. પવનનો પણ આમાં ફાળો હતો. ગઈકાલે શહેરમાં પવનની ગતિ શાંત હતી, પરંતુ આજે તે વધીને લગભગ 7-8 કિમી/કલાક થતાં હવાની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે.

નવેમ્બરમાં દિવસ ઠંડા અને રાત ગરમ રહેશે

આ નવેમ્બરમાં દેશના મોટાભાગના મેદાની વિસ્તારોમાં દિવસનું તાપમાન સરેરાશથી ઓછું રહેવાની આગાહી છે, જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ ડૉ. એમ. મહાપાત્રાએ શુક્રવારે નવેમ્બર 2025 માટે વરસાદ અને તાપમાન માટે માસિક આઉટલુક અહેવાલમાં આ આગાહી કરી હતી. નવેમ્બરમાં દેશના મોટાભાગના ભાગોમાં વરસાદ સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. જ્યારે સરેરાશ કરતાં વધુ વરસાદ પડવાની અને આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. પરિણામે, નવેમ્બરમાં મેદાની વિસ્તારોમાં મહત્તમ દિવસનું તાપમાન સરેરાશ કરતાં ઓછું રહેવાની ધારણા છે, અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે.

દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોપ 10 શહેરો ભારતના, દિલ્હી-મુંબઈની હવાની ગુણવત્તામાં થોડો સુધારો 3 - image