Get The App

ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવા માટે એગ્ઝેમ્પ્શનનાં ખોટા દાવા કરાયા

રિટર્નમાં રાજકીય પક્ષો અને એનજીઓને દાન દર્શાવાયું પણ વાસ્તવમાં તેમનાંં ખાતામાં દાનની રકમ જમા થઇ જ નથી

બાળકોની ફી અને મકાન ભાડું દર્શાવવામાં પણ અનિયમિતતા સામે આવી

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવા માટે એગ્ઝેમ્પ્શનનાં ખોટા દાવા કરાયા 1 - image

 

નવી દિલ્હી, તા. ૨૧

આવકવેરા રિફંડ અંગે લોકોને વધુ રાહ જોવી પડી રહી છે. ખાસ કરીને એક લાખથી વધુનાં રિફંડ અત્યાર સુધી રોકાયેલા છે કારણકે આવકવેરા વિભાગેે રિફંડથી જોડાયેલા કેસોનું ઓડિટ કર્યુ તો જાણવા મળ્યું કે ખોટી રીતે છૂટ (એગ્ઝેમ્પશન)નો દાવો કરવામાં આવ્યો છે.

અનેક કેસોમાં અનિયમિતતા સામે આવ્યા પછી આવકવેરા વિભાગે ઉંડી તપાસ શરૃ કરી છે. જેમાં જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં રિફંડ મેળવવા માટે હેરાફેરી કરવામાં આવી છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કેટલાક કેસોમાં રિટર્ન ભરતી વખતે રાજકીય પક્ષોને દાન આપવાનું દર્શાવવામાં આવ્યું છે પણ જ્યારે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે રકમ સંબધિત રાજકીય દળના ખાતામાં ટ્રાન્સફર થઇ નથી.

અનેક કેસોમાં મોટી રકમ દાનનાં સ્વરૃપમાં દર્શાવવામાં આવી  છે. આ રીતે કેટલાક ક્સોમાં જોવા મળ્યું છે કે એનજીઓને દાન આપવાનું દર્શાવવામાં આવ્યું છે પણ જ્યારે સંબધિત એનજીઓનાં ખાતાનું ઓડિટ કરવામાં આવ્યુ તો જાણવા મળ્યું કે દાન ફક્ત કાગળોમાં જ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

આવકવેરા છૂટ મેળવવા માટે એનજીઓથી જોડાયેલ રિસિપ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જ રીતે બાળકોની ફી અને મકાનનું ભાડું દર્શાવવામાં પણ અનિયમિતતા આચરવામાં આવી હતી.

આવા કેસોને શરૃઆતનાં તબક્કામાં એઆઇની મદદથી પડકવામાં આવ્યા હતાં. જો કે ત્યારબાદ આવકવેરા વિભાગે પોતાના અધિકારી પાસે તપાસ કરાવી તો વધુ અનિયમિતતા સામે આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગે એગ્ઝેમ્પશનના કેસોમાં કરદાતાને નોટીસ જારી કરી છે અને તેમની પાસેથી રાજકીય દાન આપવા, મકાનનું ભાડું અને બાળકોની ફી સાથે જોડાયેલા છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ જણાવ્યું છે કે જે રિટર્નનાં કેસોમાં તપાસ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને કોઇ ગડબડ મળી નથી તેમની રિફંડ જારી કરવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. આગામી મહિના સુધી આવા તમામ કરદાદાતઓને રિફંડ મળી જશે. જો કે જે કેસોમાં નોટિસ મળી છે તેમાં રિફંડની રકમ સાચી પુરવાર થશે ત્યાર પછી જ રિફંડ જારી કરવામાં આવશે.