Get The App

હિમાચલના મલાણા ગામમાં દેવતાએ માંસ-મદિરા પર પ્રતિબંધ મૂક્યો!

નિયમ તોડનારા સામે ૧૧૦૦થી ૧૧ હજાર સુધીનો દંડ

પરંપરાગત રીતે દેવસંસ્કૃતિ પર ચાલતા મલાણા ગામમાં સરકારી કાયદા લાગુ પડતાં નથી

Updated: Dec 16th, 2021

GS TEAM

Google News
Google News
હિમાચલના મલાણા ગામમાં દેવતાએ માંસ-મદિરા પર પ્રતિબંધ મૂક્યો! 1 - image




હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલું મલાણા ગામ દેવતાની આજ્ઞાા પ્રમાણે ચાલે છે. એ ગામમાં સરકારના કાયદા-કાનૂન લાગુ પડતા નથી. દેવઆદેશ મુજબ જ ગામનું સંચાલન થાય છે.
મલાણા ગામમાં દેવતાએ માંસ-મદિરા ખાવા-પીવા વેચવા ઉપર પ્રતિબંધ લાગુ કર્યો છે. નિયમનું પાલન ન કરનારને ૧૧૦૦ રૃપિયાથી લઈને ૧૧ હજાર રૃપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે. એટલું જ નહીં, એ વ્યક્તિ કે પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાની જોગવાઈ પણ એ આકરા નિયમોમાં છે.
દેવતાના આદેશનું ગામના પાદરમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે. દેવતાની આજ્ઞાામાં લખવામાં આવ્યું હતું કે શરાબ પીવાથી કે માંસ-ઈંડા ખાવાથી દેવસંસ્કૃતિ અપવિત્ર થાય છે. આ નિયમનું પાલન ન કરનારાને દેવતા વતી ગુરૃ સજાનો આદેશ આપે છે.
હિમાલયની ગોદમાં વસેલા આ ગામના લોકો દેવની આજ્ઞાાનું પાલન કરે છે. દેવતાની આજ્ઞાા ઉપર વિશ્વાસ મૂકીને લોકો એ પ્રમાણેનું વર્તન કરે છે. આ અનોખી આજ્ઞાાનું બોર્ડ ગામમાં લાગ્યું પછી ગામની આખા જિલ્લામાં ચર્ચા થઈ રહી છે.
૦૦૦
સીજેઆઈ એન.વી. રમણ કારકિર્દીની શરૃઆતમાં પત્રકાર હતા
દેશમાં ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ લુપ્ત થઈ ગયું છેઃ મુખ્ય ન્યાયધીશે ચિંતા વ્યક્ત કરી
પહેલાં અખબારોના વિસ્ફોટક સમાચારોથી ભ્રષ્ટાચાર ઉજાગર થતો હતો, હવે મીડિયા ફૂલગુલાબી ચિત્ર દર્શાવે છેઃ એન.વી. રમણ
નવી દિલ્હી, તા. ૧૬
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન.વી. રમણે એક પુસ્તકના વિમોચન વખતે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું હવે દેશમાંથી ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમનો યુગ આથમી ગયો છે. મીડિયામાં હવે સર્વાંગી રીતે ફૂલગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવે છે. પહેલાં આવી સ્થિતિ ન હતી.
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રમણે પુસ્તક વિમોચનના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કહ્યું હતુંઃ દેશમાં ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એટલે કે સંશોધનાત્મક પત્રકારનો યુગ જાણે પૂરો થઈ ગયો છે. હવે એ પ્રકારનું પત્રકારત્વ દેખાતું નથી. પહેલાં સમાચારોમાં જે વિસ્ફોટક માહિતી આપવામાં આવતી તેના કારણે કેટલાય કૌભાંડોનો પર્દાફાશ થતો હતો. હવે એ પ્રકારના વિસ્ફોટક સમાચારો પ્રસિદ્ધ થતાં જ નથી.
મુખ્ય ન્યાયમૂર્તિએ ઉમેર્યું હતુંઃ હું જ્યારે યુવાનીમાં પ્રવેશ્યો ત્યારે અખબારો તેજાબી સમાચારો પ્રસિદ્ધ કરતા હતા. લોકો એના માટે ઉત્સુક રહેતા અને મીડિયાએ એ વાતે લોકોને ક્યારેય નિરાશ કર્યા ન હતા. પરંતુ જમાનો બદલાઈ ચૂક્યો છે. હવે આપણી આસપાસ બધું સુંદર અને ફૂલગુલાબી ચિત્ર જ રજૂ કરવામાં આવે છે.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મીડિયાએ સંસ્થાગત અને વ્યક્તિગત ભ્રષ્ટાચારોને ઉજાગર કરીને સમાજને અરીસો બતાવવો જોઈએ. દેશના વ્યવસ્થાતંત્રમાં કે સિસ્ટમમાં જે ખામી છે તેની જાણકારી લોકોને આપવી જોઈએ. એવું કરવાથી જ કોઈ પણ દેશનું વ્યવસ્થાતંત્ર બહેતર બનતું હોય છે.
સીજેઆઈ એન.વી રમણની કારકિર્દી તમિલ અખબાર ઈનાડુથી થઈ હતી. એન.વી રમણ ન્યાયતંત્રમાં આવ્યા એ પહેલાં તેમણે થોડો વખત પત્રકાર તરીકે કાર્ય કર્યું હતું. સીજેઆઈએ પત્રકાર સુધાકર રેડ્ડીના પુસ્તક બ્લડ સેન્ડર્સ : ધ ગ્રેટ ફોરેસ્ટ હેઈસ્ટ નું વિમોચન કર્યું હતું.

Tags :