UP સહિત અન્ય રાજ્યોમાંથી ઉત્તરાખંડ પહોંચવું થશે સરળઃ 4 લેનમાં બદલાયો દહેરાદૂન-દિલ્હી એક્સપ્રેસ વે
નવી દિલ્હી, તા. 27 માર્ચ 2023, સોમવાર
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે દહેરાદૂન-દિલ્હી એક્સપ્રેસ-વેનું કામ માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે પરંતુ અમે તેને જાન્યુઆરી 2024 સુધીમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું. આ માટે ઉત્તરાખંડ બોર્ડર પર રાત્રે પણ કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે. યુપી સીએમ યોગી આદિત્યનાથને યુપી બોર્ડરમાં રાત્રે કામ કરવાની પરવાનગી માટે વિનંતી કરવામાં આવશે.
કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. સીએમ પુષ્કર સિંહ ધામીએ આશારોડીથી મોહંડ સુધીના એક્સપ્રેસ વેનું નિરિક્ષણ કર્યું. તેમણે NHAIના અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટ વિશે પૂછપરછ કરી હતી. ડાટકાલીથી ગણેશપુર વચ્ચે બાંધવામાં આવેલ એલિવેટેડ ફ્લાયઓવર પણ જોયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે.
કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક માર્ચ 2024 છે. જેના પર સીએમ ધામીએ કહ્યું હતું કે આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. તેના નિર્માણ સાથે દહેરાદૂનથી દિલ્હીની મુસાફરી બેથી અઢી કલાકમાં પૂર્ણ થશે. લોકોનો સમય બચશે અને તેમને સુવિધા મળશે. અમે નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
અમે તેને જાન્યુઆરી 2024 સુધીમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું. આ માટે રાત્રે કામ કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે. ડીએમ સોનિકા, NHAIના પ્રાદેશિક અધિકારી સી.કે. સિંહા, પ્રોજેક્ટ ડિરેક્ટર પંકજ મૌર્ય, રૂડકીના પ્રોજેક્ટ ડિરેક્ટર પ્રદીપ કુમાર, પ્રોજેક્ટ એન્જિનિયર રોહિત પંવાર અને અન્ય PWD અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર હતા.
ટનલ છ મહિના પહેલા જ બનીને તૈયાર થઈ
પ્રોજેક્ટ હેઠળ ડાટકાલી ખાતે 340 મીટરની ટનલ પણ બનાવવામાં આવી હતી. અધિકારીઓએ સીએમને જણાવ્યું હતું કે ટનલનું કામ ડોઢ વર્ષમાં કરવાનું હતું. પરંતુ 6 મહિના પહેલા જ કામ પૂર્ણથઈ ગયું છે. એપ્રોચરોડનું વર્ક કરવાનું બાકી છે.
ઉત્તરાખંડમાં રોડ નેટવર્ક નાખવામાં આવી રહ્યું છે
સીએમ ધામીએ કહ્યું કે ઉત્તરાખંડમાં પીએમ મોદીના નેતૃત્વમાં માર્ગ નિર્માણ વધી રહ્યુ છે. ચારધામ ઓલ-વેધર રોડનું કામ પૂર્ણ થયું છે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ ઘણા રસ્તાઓને પણ મંજૂરી આપવામાં આવી છે.
કોંગ્રેસ કોની સામે સત્યાગ્રહ કરી રહી છે?
સીએમ પુષ્કર સિંહ ધામીએ મીડિયા સાથે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે કોંગ્રેસનો સત્યાગ્રહ રાજકીય પ્રપંચ છે. કોંગ્રેસ કોની સામે સત્યાગ્રહ કરી રહી છે? LOS પ્રમુખ કે સરકારે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કર્યું નથી.