India

પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ

By GS TEAM
15 Oct 20252 mins read
TukuTouch Logo
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કેન્દ્રીય સૈનિક બોર્ડ (KSB) દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ હેઠળ પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતોને અપાતી નાણાકીય સહાયમાં 100% વધારો કરવાને મંજૂરી આપી છે. આ વધારાના નિર્ણયથી આશ્રિતોને શિક્ષણ, લગ્ન અને ગરીબી અનુદાન માટે મળતી નાણાકીય સહાયની રકમ બમણી થઈ જશે. આ સુધારેલા દરો આવતા મહિનાની 1લી નવેમ્બરથી અસરકારક બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ

Increase in Financial Assistance for Ex Servicemen and Dependents: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કેન્દ્રીય સૈનિક બોર્ડ (KSB) દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ હેઠળ પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતોને અપાતી નાણાકીય સહાયમાં 100% વધારો કરવાને મંજૂરી આપી છે. આ વધારાના નિર્ણયથી આશ્રિતોને શિક્ષણ, લગ્ન અને ગરીબી અનુદાન માટે મળતી નાણાકીય સહાયની રકમ બમણી થઈ જશે. આ સુધારેલા દરો આવતા મહિનાની 1લી નવેમ્બરથી અસરકારક બનશે.

નિધનતા અનુદાનમાં 100% વધારો

બુધવારે સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ યોજનાઓનું અમલ કેન્દ્રીય સૈનિક બોર્ડ દ્વારા પૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ મારફતે કરવામાં આવે છે. નાણાકીય સહાયમાં કરવામાં આવેલા મુખ્ય વધારા અંતર્ગત, નિધનતા અનુદાનની રકમ ₹4,000 પ્રતિ માસથી વધારીને પ્રતિ લાભાર્થી ₹8,000 પ્રતિ માસ કરવામાં આવી છે. આ સહાય એવા પૂર્વ સૈનિકોના આશ્રિતો અને વિધવાઓને આજીવન મળશે જેઓ 65 વર્ષથી વધુ વયના છે, નિયમિત આવક ધરાવતા નથી અને બિન-પેન્શનભોગી છે.

આશ્રિતો માટે શિક્ષણ અનુદાનમાં વધારો

શિક્ષણ અનુદાનની વાત કરીએ તો, આ શ્રેણીમાં બે આશ્રિત બાળકો (જેઓ ધોરણ 1થી સ્નાતક સુધી અભ્યાસ કરી રહ્યા હોય) અથવા બે વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસમાં જોડાયેલી વિધવાઓ માટે શિક્ષણ અનુદાનની રકમ ₹1,000થી વધારીને ₹2,000 પ્રતિ વ્યક્તિ દર મહિને કરવામાં આવી છે.

વિવાહ અનુદાનમાં 100% વધારો

સરકાર દ્વારા લગ્ન અનુદાનની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ રકમને ₹50,000થી વધારીને પ્રતિ લાભાર્થી ₹1,00,000 કરી દેવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ અનુદાન વધુમાં વધુ બે પુત્રીઓના લગ્ન અથવા વિધવાના પુનઃલગ્ન માટે માન્ય ગણાશે. જોકે, તેના માટેની શરત એ છે કે લગ્ન આ આદેશ જારી થયા બાદ જ સંપન્ન થયેલા હોવા જોઈએ.

આ પણ વાંચો: 'યમરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજો', સીએમ યોગીની તહેવાર ટાણે ચેતવણી

નવા દરો 1 નવેમ્બર, 2025થી લાગુ

સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 1 નવેમ્બર, 2025 પછી પ્રાપ્ત થનારી અરજીઓ પર જ આ મંજૂર કરાયેલા નવા દર લાગુ થશે. આ નિર્ણયના કારણે દર વર્ષે આશરે ₹257 કરોડનો વધારાનો નાણાકીય બોજ ઊભો થશે, જેની પૂર્તિ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ માંથી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ તમામ યોજનાઓ રક્ષા મંત્રી પૂર્વ સૈનિક કલ્યાણ કોષ હેઠળ સંચાલિત થાય છે, જે પોતે જ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડનું એક પેટા ફંડ છે.