Get The App

અભિનેત્રી દીક્ષા સિંહ યુપીમાં જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે

જોનપુર જિલ્લાની બક્સા બેઠકમાંથી ફોર્મ ભરશે

દીક્ષા સિંહ ઘણાં હિન્દી આલ્બમમાં કામ કરી ચૂકી છે, ટૂંક સમયમાં વેબસીરિઝમાં પણ દેખાશે

Updated: Apr 3rd, 2021

GS TEAM

Google News
Google News
અભિનેત્રી દીક્ષા સિંહ યુપીમાં જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે 1 - image



જોનપુર, તા. ૩
બોલીવૂડની અભિનેત્રી દીક્ષા સિંહ ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે. તે સાથે જ યુપીમાં યોજાનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગ્લેમરનો તડકો લાગી જશે.
દીક્ષા સિંહ ઘણાં હિન્દી આલ્બમમાં દેખાઈ ચૂકી છે. ૨૦૧૫માં તે મિસ ઈન્ડિયામાં રનર્સ-અપ રહી હતી. જોનપુર જિલ્લાના બક્સા વિકાસ ખંડના ચિરોડી ગામમાં રહેતા જિતેન્દ્ર સિંહની દીકરી દીક્ષાએ ઈશ્ક તેરા ફિલ્મની વાર્તા પણ લખી હતી. તે ઉપરાંત એ ઘણી બ્યૂટી પ્રોડક્ટની જાહેરાતોમાં ચમકી ચૂકી છે.
દીક્ષા જોનપુર જિલ્લાની બક્સા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઝંપવાલશે. આની દીક્ષાએ ખુદ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તે કોલેજમાં હતી ત્યારથી જ રાજકીય એક્ટિવિટીમાં ભાગ લેતી હતી.
ચિરોડી ગામ અને જોનપુર જિલ્લાના વિકાસ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી હોવાનું દીક્ષાએ કહ્યું હતું. પંચાયતની ચૂંટણીમાં જીતીને તે ગ્રામ્ય સ્તરેથી કામ કરવા માગે છે. ગામડાંના લોકોનું પ્રતિનિધિત્વ કરીને તે પાયાના પ્રશ્નો ઉઠાવવા માગે છે.
દીક્ષા ક્યા પક્ષનું પ્રતિનિધિત્વ કરશે તે હજુ સુધી સ્પષ્ટ થયું ન હતું, પરંતુ તેણે એટલી સ્પષ્ટતા કરી હતી કે તે ઘરે ઘરે જઈને મત માંગશે. રાજકારણમાં દીક્ષા નરેન્દ્ર મોદીને આદર્શ માને છે.

Tags :