મેરઠ બાદ લુધિયાણામાં વાદળી ડ્રમમાં લાશ મળતા સનસનાટી મચી, દોરડા વડે હાથ-પગ બાંધેલા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Images Sourse: Envato |
Punjab Crime: ઉત્તર પ્રદેશના મેરઠ અને હવે પંજાબના લુધિયાણામાં વાદળી ડ્રમમાંથી એક મૃતદેહ મળી આવતા ભારે સનસનાટી ફેલાઈ ગઈ હતી. શેરપુર વિસ્તારમાં ડ્રમની અંદર પ્લાસ્ટિકની થેલીમાં મૃતદેહ લપેટાયેલો હતો. તેના પગ અને ગરદન દોરડાથી બાંધેલા હતા. ડ્રમમાંથી દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ કબજે કરીને તપાસ હાથ ધરી છે.
મૃતકની ઓળખ થઈ નથી
અહેવાલ મુજબ, મૃતકની ઓળખ થઈ નથી અને તેની હત્યાનું કારણ પણ જાણવા મળ્યું નથી. પોલીસના જણાવ્યાનુસાર, મૃતક સ્થાનિક હોવાનું લાગતું નથી. તેની ઓળખ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને હત્યારાઓની શોધ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યાનુસાર, ડ્રમમાંથી મળેલા મૃતદહ પર કોઈ ઈજાના નિશાન નથી, પરંતુ તેની હાલત ખરાબ છે. તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ પછી જ ખબર પડશે કે વ્યક્તિનું મૃત્યુ કયા સંજોગોમાં થયું. એવું માનવામાં આવે છે કે હત્યા સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવી હતી અને આ માટે તાજેતરમાં જ ડ્રમ ખરીદવામાં આવ્યો હતો. લુધિયાણા શહેરમાં આવી 42 કંપનીઓ છે, જે આ ડ્રમ બનાવે છે. પોલીસે આ કંપનીઓની યાદી બનાવી છે.
આ પણ વાંચો: વાદળ ફાટતાં પૂરથી હિમાચલમાં ચાર, જમ્મુમાં ત્રણ લોકોનો ભોગ લેવાયો
લુધિયાણા પોલીસે ઘટનાસ્થળથી 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં ચેકિંગ શરૂ થઈ ગયું છે. CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે. કેટલાક શંકાસ્પદ વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
મેરઠ ઘટનાની યાદ અપાવી
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ મેરઠ સૌરભ હત્યા કેસની યાદ અપાવી દીધી છે. મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાએ મળીને સૌરભ રાજપૂતની હત્યા કરી હતી. બાદમાં તેના મૃતદેહને વાદળી ડ્રમમાં મૂકીને સિમેન્ટથી સીલ કરવામાં આવ્યો હતો.








