Get The App

80થી વધુ એન્કાઉન્ટર કરનારા દયા નાયક, જેઓ કરી રહ્યા છે સૈફ અલી ખાન પર હુમલાની તપાસ

Updated: Jan 16th, 2025

GS TEAM

Google News
Google News
80થી વધુ એન્કાઉન્ટર કરનારા દયા નાયક, જેઓ કરી રહ્યા છે સૈફ અલી ખાન પર હુમલાની તપાસ 1 - image

Daya Nayak is investigating the attack on Saif Ali Khan: સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો છે. સૈફના ઘરમાં મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ એક શખસ ઘરમાં ઘુસી ગયો અને તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં સૈફને ઘણી જગ્યાએ ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટના બાદ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સર્જરી બાદ તેમની હાલત ખતરાથી બહાર હોવાનું કહેવાય છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી.

ચાકુથી કર્યો હુમલો

સૈફ અલી ખાનનું ઘર 'સતગુરુ શરણ' બિલ્ડિંગમાં છે. ઘટના સમયે તે અહીં જ હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરે પહેલા સૈફ અલી ખાનની નોકરાણી સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન જ્યારે સૈફ નોકરાણીને બચાવવા વચ્ચે પડ્યો ત્યારે હુમલાખોરે તેના પર ચાકુથી હુમલો કર્યો.

શું કહ્યું સૈફની ટીમે

સૈફ અલી ખાનની પીઆર ટીમ દ્વારા એક મેસેજમાં કહ્યું કે, સૈફ અલી ખાનના ઘરે ચોરી કરવાનો પ્રયાસ થયો છે. તે હાલમાં હોસ્પિટલમાં છે અને તેની સર્જરી ચાલી રહી છે. અમે મીડિયા અને ચાહકોને વિનંતી કરીએ છીએ કે, હાલમાં તેઓ ધીરજ રાખે. અને આ પોલીસનો મામલો છે.

કોણ છે દયા નાયક

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમનું નેતૃત્વ દયા નાયક પાસે છે. સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ તેમના નેતૃત્વમાં થઈ રહી છે. રિપોર્ટ મુજબ દયા નાયક એક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે. ગુરુવારે પણ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ ઘટનાસ્થળે સઘન તપાસ કરી રહી છે.

દયા નાયકથી ડરે છે ગુનેગારો 

માહિતી પ્રમાણે દયા નાયક 1996 બેચના પોલીસ અધિકારી છે. તેમના નેતૃત્વ હેઠળ ઘણાં એન્કાઉન્ટર સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હતા. દયા નાયકને ગયા વર્ષે જ બઢતી આપવામાં આવી હતી. દયા નાયકે કુખ્યાત ગુનાહિત જગતના નેટવર્કને તોડી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓએ ત્રણ વર્ષ સુધી ATSમાં કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દયા નાયકને 80 થી વધુ ગુનેગારો સામે મુઠભેટ થઈ ચૂકી છે. ગુનેગારોમાં દયા નાયકના નામથી ફફડે છે.