દલિત યુવકને ઊંધો લટકાવી માર્યો, પેશાબ પીવા કર્યો મજબૂર, ફરિદાબાદમાં હેવાનિયતની હદ પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI Image |
Haryana News: હરિયાણાના બલ્લભગઢમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા 18 વર્ષીય દલિત યુવકને ત્રણ કલાક સુધી બંધક બનાવીને ઢોર માર માર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ દલિત યુવકને દોરડાથી બાંધી ઊંધો લટકાવી દીધો હતો. આ ઉપરાંત તેનું માથું, ભમર અને મૂછો મૂંડાવીને પેશાબ પીવા મજબૂર કર્યો હતો. પીડિતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત હજુ પણ ગંભીર છે.
જાણો શું છે મામલો
પોલીસના જણાવ્યાનુસાર, દલિત યુવક પર હુમલો વ્યક્તિગત દુશ્મનાવટનું પરિણામ હતું, કારણ કે પીડિતે પોતાના મિત્રોનું ગ્રુપ બદલ્યું હતું. જો કે, પીડિતના પરિવારે આ ઘટનાને જાતિગત હિંસા ગણાવી છે. પરિવારનો આરોપ છે કે હુમલાખોરોએ અગાઉ પણ જાતિગત અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
પીડિતને સોમવારે (26મી જૂને) સાંજે 4થી 7 વાગ્યા સુધી એક રૂમમાં બંધક બનાવી રાખવામાં આવ્યો હતો. આ સિવાય તેને લાકડીઓથી માર મારવામાં આવ્યો અને જાતીય હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: એરપોર્ટ પાસે મકાન હોય તો ખાસ જાણી લેજો! પ્લેન ક્રેશ બાદ નિયમો બદલવાની તૈયારીમાં સરકાર
આ મામલે પોલીસે 19 વર્ષીય પિયુષની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો. બે સગીરોને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે બીજો એક શંકાસ્પદ હજુ પણ ફરાર છે. પોલીસે SC/ST કાયદાની કલમ 3 અને ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હુમલામાં વપરાયેલી લાકડીઓ પણ જપ્ત કરવામાં આવી છે.
પોલીસનો દાવો છે કે જાતિગત દ્રષ્ટિકોણની હજુ પુષ્ટિ થઈ નથી
પીડિત યુવકના પરિવારનું કહેવું છે કે, પોલીસે શરૂઆતમાં આ મામલાને હળવાશથી લીધો હતો. તેને વ્યક્તિગત વિવાદ ગણાવ્યો હતો, પરંતુ ફરિયાદ પછી, SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, પોલીસનો દાવો છે કે જાતિગત દ્રષ્ટિકોણની હજુ પુષ્ટિ થઈ નથી, પરંતુ તપાસ ચાલુ છે.








