mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ચાની ચૂસકી મોંઘી... દાળ-ચોખા મોંઘા, પરંતુ LPG અને પેટ્રોલ-ડીઝલ સસ્તુ!

Updated: Apr 3rd, 2024

ચાની ચૂસકી મોંઘી... દાળ-ચોખા મોંઘા, પરંતુ LPG અને પેટ્રોલ-ડીઝલ સસ્તુ! 1 - image
Image Twitter 

Increase in prices of tea and dal-rice : નાણાકીય વર્ષ 2023-24 પૂરું થઈ ગયું છે. ગયા વર્ષે મોંઘવારીની વાત કરીએ તો અનેક જગ્યાએ લોકોને રાહત આપવામાં આવી હતી. આ 12 મહિનામાં ખાદ્યપદાર્થોની મોંઘવારીએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે, તો પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં વધારો થતા લોકોની મુશ્કેલીમાં ઓછી કરી છે. આ દરમિયાન કેટલીક વસ્તુઓ મોંઘી થઈ છે અને કેટલીક વસ્તુના ભાવમાં ઘટાડો થયો છે. વિગતવાર જાણીએ કે સવારની ચાથી લઈને સાંજના ભોજન સુધીની તમારી દિનચર્યા પર ગયા વર્ષની મોંઘવારી અને ભાવ ઘટાડોની કેવી અસર પડી છે.  

દૂધ - ખાંડ થયા મોંઘા

ભારતમાં મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત સવારની ચા થી કરે છે. અને ચા બનાવવા માટે મુખ્ય બે વસ્તુની ફાળો છે તે દૂધ અને ખાંડ છે. છેલ્લા નાણાકીય વર્ષમાં દૂધ અને ખાંડ બંનેના ભાવમાં વધારો થયો છે અને જેમા રુપિયા 3-3નો  ભાવ વધારો થયો હતો. જ્યારે 1 એપ્રિલ, 2023ના રોજ દૂધની કિંમત 56 રૂપિયા પ્રતિ લીટર હતી, તે હવે 3 રૂપિયા વધીને 59 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ જ રીતે ખાંડના ભાવમાં પણ 3 રુપિયા વધતા 41 રુપિયા પ્રતિ કિલોથી વધીને 44 રુપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

કોમર્શિયલ-ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર સસ્તા થયા

જો ગયા વર્ષે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો હોત તો ચા બનાવવી પણ વધુ મોંઘી બનત. પરંતુ ગયા નાણાકીય વર્ષમાં કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા ઘટાડાને કારણે લોકોને ફાયદો મળ્યો છે. ઘરેલું ગેસ સિલિન્ડર પણ છેલ્લા 12 મહિનામાં 300 રૂપિયા સસ્તો થયો છે. જ્યારે 1 એપ્રિલ, 2023ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રુપિયા હતી, ત્યારે 1 એપ્રિલ, 2024ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 803 રુપિયા થઈ ગઈ છે. આ રીતે 1 એપ્રિલ, 2023ના રોજ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2,028 રુપિયા હતી, જ્યારે 1 એપ્રિલ, 2024ના રોજ દેશની રાજધાનીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 1795 રુપિયા થઈ ગઈ છે. એટલે કે એક વર્ષમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 233 રુપિયાનો ઘટાડો થયો છે.

પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું

ચા-નાસ્તો કર્યા પછી ઓફિસ કે કામકાજ અર્થે બહાર જવાનું તો દરેકને બને છે. તેના માટે મોટાભાગના લોકો કારનો ઉપયોગ કરતા હોય છે. પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીની વાત કરીએ તો લોકોને છેલ્લા વર્ષે મામૂલી રાહત મળી છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી 2022માં પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીએ લોકોને ખૂબ પરેશાન કર્યા હતા. પરંતુ ત્યારબાદ મે 2022માં સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને લોકોને તેમના મોંઘા ભાવથી રાહત આપવાની કોશિશ કરી હતી. તે પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતો લાંબા સમય સુધી સ્થિર રહ્યા હતા. પરંતુ છેલ્લા નાણાકીય વર્ષની વિદાય પહેલા ફરી એકવાર લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી છે. જ્યારે 1 એપ્રિલ, 2023ના રોજ દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 96 રુપિયા હતો, ત્યારે દેશની રાજધાનીમાં 1 એપ્રિલ, 2024ના રોજ પેટ્રોલનો ભાવ 94 રુપિયા પ્રતિ લીટર હતો. 15 માર્ચે પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો. આ પછી દિલ્હીમાં ડીઝલની કિંમત વધીને 87 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે જ્યારે 1 એપ્રિલ 2023ના રોજ ડીઝલ 89 રુપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું હતું. 

મોંઘા થયા દાળ અને ચોખા

ઘરમાં રસોઈ બનાવતી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું. છેલ્લા વર્ષમાં મોંઘવારીએ જમવા જતા ખિસ્સા પર થોડું ભાર પડ્યો છે.  2023-24નું વર્ષ ખાદ્ય મોંઘવારી વધવાનું વર્ષ તરીકે સાબિત થયું છે. આ સમયગાળા દરમિયાન શાકભાજીના ભાવોએ પણ રેકોર્ડ તોડવામાં કોઈ કસર છોડી નથી. એ જ પ્રમાણે  દાળ અને ચોખાના ભાવોમાં પણ મોંઘવારી પણ લોકોના ખિસ્સા ખાલી કરી નાખ્યા. 1 એપ્રિલ, 2023ના રોજ તુવેર દાળની કિંમત 115 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે 31 માર્ચ, 2024ના રોજ 33 રૂપિયા વધીને 148 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી. આ ગાળામાં આ દાળમાં ભેળવીને ખાવામાં આવતા ચોખાના ભાવમાં પણ વધારો થયો છે. જે 1 એપ્રિલ, 2023ના રોજ ચોખાની કિંમત 39 રુપિયા પ્રતિ કિલો હતા, તે વર્ષના અંત સુધીમાં વધીને 44 રુપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. આ સાથે રોટલી બનાવવા માટે વપરાતા લોટની કિંમતમાં પણ 2 રુપિયા વધારો થતા 34 રુપિયા પ્રતિ કિલોથી વધીને 36 રુપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. 

Gujarat