FOLLOW US

126 દિવસમાં પહેલી વખત કોરોનાના દૈનિક કેસ 800ને પાર

Updated: Mar 18th, 2023


- દેશમાં કોરોના પરત ફરી રહ્યો હોવાના સંકેતો

- એક્ટિવ કેસોની સંખ્યા પાંચ હજારને પાર, રસીના ડોઝની સંખ્યા 220.64 કરોડે પહોંચી 

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઇરસના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા ૧૨૬ દિવસમાં પહેલી વખત કોરોનાના દૈનિક કેસનો આંકડો ૮૦૦ને પાર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ૫૩૮૯એ પહોંચી છે. એક સમયે કોરોનાના દૈનિક કેસોની સંખ્યા ૨૦૦ની નીચે હતી જે આજે ૮૦૦ને પાર જતી રહી છે. 

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૮૪૩ કેસો સામે આવ્યા છે. જે સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૬,૯૪,૩૪૯એ પહોંચી ગઇ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ચાર લોકોના મોત નિપજ્યા છે. અને કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૦,૭૯૯ને પાર જતો રહ્યો છે. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં બે જ્યારે કેરળમાં બે લોકોના કોરોનાથી મોત નિપજ્યા હતા. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશભરમાં કોરોના વિરોધી રસીના કુલ ડોઝની સંખ્યા ૨૨૦.૬૪ કરોડે પહોંચી ગઇ છે. દેશભરમાં રિકવરી દર ૯૮.૮૦ ટકાએ પહોંચ્યો હતો. એક્ટિવ કેસની સંખ્યા ૫૮૩૯એ પહોંચી છે જે કુલ કેસોની સરખામણીએ ૦.૦૧ ટકા છે. કોરોનાને હરાવીને સાજા થયેલા લોકોની સંખ્યા ૪,૪૧,૫૮,૧૬૧ને પાર જતી રહી છે.

Gujarat
Magazines