Get The App

'સેન્યાર' નબળું પડ્યું પણ 'દિતવાહ' વાવાઝોડાનો ખતરો વધ્યો! બે રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
Cyclone Ditwah

Cyclone Ditwah Intensifies: સેન્યાર વાવાઝોડું નબળું પડતાં એક સંકટ ટળ્યું ત્યાં વધુ એક વાવાઝોડાના કારણે ભારતમાં ભારે વરસાદનો ખતરો વધ્યો છે. 'દિતવાહ' વાવાઝોડાના કારણે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પોંડિચેરીમાં ઍલર્ટ આપવામાં આવ્યું છે. ગુરુવારે ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાતા આગામી બેથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. 

તમિલનાડુમાં ઑરેન્જ ઍલર્ટ 

હવામાન ખાતાના અધિકારીઓ અનુયાર બંગાળની ખાડી અને શ્રીલંકાની નજીકનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ ભારત તરફ આગળ વધશે. જેના કારણે તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લામાં આગામી બેથી ત્રણ દિવસ વરસાદની આગાહી છે. ચેન્નઈ, તિરુવલ્લુર, કાંચિપુરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. 

આંધ્ર પ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી 

આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી અનુસાર ગુરુવારે આંધ્ર પ્રદેશના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આગામી 12 કલાકમાં આ વાવાઝોડું હજુ મજબૂત બની શકે છે. જેના કારણે તિરુપતિ, ચિત્તૂર, નેલ્લોર, અન્નામય્યામાં 20 નવેમ્બરથી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે.