Get The App

CUET UG Result 2025: 4 જુલાઈએ જાહેર થશે પરિણામ, NTAએ કરી જાહેરાત

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
CUET UG Result 2025: 4 જુલાઈએ જાહેર થશે પરિણામ, NTAએ કરી જાહેરાત 1 - image

CUET UG Result 2025: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ કોમન યુનિવર્સિટી એન્ટ્રેસ ટેસ્ટ અન્ડરગ્રેજ્યુએટ (CUET UG) 2025ની તારીખનું એલાન કરી દેવાયું છે. NTA દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, રિઝલ્ટ 4 જુલાઈ 2025ના રોજ જાહેર થશે. આ દિવસ વિદ્યાર્થી પોતાની CUETની સત્તાવાર વેબસાઇટ exam.nta.ac.in પર જઈને જોઈ શકશે.

જો કે, આ વર્ષે 13 મેથી 3 જૂન 2025 વચ્ચે આ પરીક્ષા યોજાઈ હતી, જેમાં અંદાજિત 13.5 લાખ વિદ્યાર્થી સામેલ થયા. આ પરીક્ષા ભારતના 379 શહેરો અને વિદેશના 26 કેન્દ્રો પર કોમ્પ્યુટર આધારિત મોડ (CBT)માં થઈ હતી. 2024માં CUET UG પરિણામ 25 જુલાઈએ જાહેર કરાયા હતા.