Get The App

CUET PG 2025નું પરિણામ જાહેર, NTAની સત્તાવાર વેબસાઇટ પર જોઇ શકાશે રિઝલ્ટ

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
CUET PG Result


CUET PG Result : CUET PG નું પરિણામ જાહેર થયું છે. પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ પીજી (CUET PG)ના ઉમેદવારો NTA ની સત્તાવાર વેબસાઇટ exam.nta.ac.in/CUET-PG/ પર તેમનું પરિણામ ચકાસી શકે છે. 6 મે (મંગળવાર)એ NTA એ અંતિમ આન્સર કી બહાર પાડી હતી. આ પછી તરત જ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

CBT આધારિત પરીક્ષા લેવાઇ હતી

આ વર્ષે CUET PG પરીક્ષા 13 માર્ચથી 1 એપ્રિલ 2025 દરમિયાન CBT એટલે કે કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં લેવામાં આવી હતી. આમાં, 157 વિષયોમાં 6 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. જો કે, પરીક્ષામાં ફક્ત 5,23,032 ઉમેદવારો હાજર રહ્યા હતા. આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો કુલ 191 યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી શકે છે.

પરિણામ કેવી રીતે તપાસશો?

પરિણામ તપાસવા માટે CUET PG ની સત્તાવાર વેબસાઇટ exam.nta.ac.in/CUET-PG/ ની મુલાકાત લો

CUET PG પરિણામ 2025 લિંક પર ક્લિક કરો.

હવે એક નવું પેજ ખુલશે.

જરૂર મુજબ વિગતો ભરો (અરજી નંબર અને જન્મ તારીખ)

પરિણામનું પ્રિન્ટઆઉટ લો.

157 વિષયની પરીક્ષા લેવાઇ હતી

આ સિવાય આજે મંગળવારે NTA દ્વારા CUET PG ની અંતિમ આન્સર કી પણ બહાર પાડવામાં આવી હતી. ગયા મહિને બહાર પાડવામાં આવેલી આન્સર કી પર વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. જે પછી નવી આ આન્સર કીમાં સુધારા કરાયા હતા. કેટલાક વાંધા સાચા હોવાનું જાણવા મળ્યું હતું. આ વખતે, CUET PG પરીક્ષા 157 વિષયોમાં લેવામાં આવી હતી, જે 13 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષા કુલ 43 શિફ્ટમાં લેવામાં આવી હતી, જેના માટે 90 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હતો. ગયા વખતની જેમ, આ વખતે પણ ઉમેદવારોને વધુમાં વધુ ચાર ટેસ્ટ પેપર પસંદ કરવાની છૂટ આપવામાં આવી હતી.

Tags :