ચિકન બિરયાનીના નામે વેચાતી હતી કાગડાનુ માંસ નાંખેલી બિરયાની
ચેન્નઇ, તા.2 ફેબ્રુઆરી 2020, રવિવાર
જો તમે સ્ટ્રીટ ફૂડના શોખીન હોય અને રસ્તા પરની લારીઓ પર ખાતા હોય તો હવે તમારે બે વખત વિચાર કરવો પડશે.
તામિલનાડુના રામેશ્વરમાં રસ્તાની બાજુમાં આવેલા ફૂડ સ્ટોલ પર જ્યારે ફૂડ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ચેકિંગ કર્યુ તો તેમના હોશ ઉડી ગયા હતા. કારણકે આ સ્ટોલ પર ચિકન બિરયાનીના નામે કાગડાનુ માંસ નાંખેલી બિરિયાની વેચવામાં આવી રહી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસે આ મામલામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ સ્ટોલ પર ચેકિંગ કરવામાં આવ્યુ તે પહેલા રામેશ્વરમના મંદિરમાં જતા ભાવિકોએ ફરિયાદ કરી હતી કે, મંદિરના પ્રાંગણમાં આવતા કાગડાઓના મોત થઈ રહ્યા છે. તપાસ કરતા ખબર પડી કે આ કાગડાઓને ઝેર ભેળવેલુ ચણ આપવામાં આવી રહ્યુ હતુ.
કાગડાઓને મોતને ઘાટ ઉતારતી ટોળકી બાદમાં તેને નાના દુકાનદારોને વેચી દેતી હતી. કાગડાના માંસને ચિકનમાં ખપાવીને તેમાંથી બનતી અવનવી વાનગીઓ આ સ્ટોલ પર વેચાતી હતી.