Get The App

COX & KINGS રૂ.150 કરોડની ચૂકવણીમાં ડિફોલ્ટ : રોકાણકારો પાયમાલ

- રેટીંગ ડાઉનગ્રેડ થતાં કંપનીની મુશ્કેલી વધી

- કમર્શિયલ પેપર્સની રૂ. 200 કરોડની નીકળતી ચૂકવણીમાંથી માત્ર રૂ. 50 કરોડ ચૂકવી શકી

Updated: Jun 28th, 2019

GS TEAM

Google News
Google News
COX & KINGS રૂ.150 કરોડની ચૂકવણીમાં ડિફોલ્ટ : રોકાણકારો પાયમાલ 1 - image

મુંબઈ, તા. 28 જૂન, 2019, શુક્રવાર

ટ્રાવેલ એન્ડ ટુર કંપની કોક્ષ એન્ડ કિંગ્સ લિમિટેડ રોકડ પ્રવાહના અભાવમાં પરિસ્થિતિ કથળતાં અને રેટીંગ ડાઉનગ્રેડની સાથે હવે કમર્શિયલ પેપર્સની રૂ.૧૫૦ કરોડની ચૂકવણી કરવામાં ડિફોલ્ટર થઈ છે. જેના પરિણામે  કંપનીના શેર ધારક-રોકાણકારોએ પાયમાલ થવું પડયું  છે. કંપનીના શેરનો ભાવ છેલ્લા કેટલાક દિવસોથી સતત તૂટતો રહીને આજે ૧૦ ટકાની ઓનલી સેલરની નીચલી સર્કિટમાં રૂ.૪.૦૫ ઘટીને રૂ.૩૬.૪૫ આવી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, કોક્ષ  એન્ડ કિંગ્સની અનસિક્યોર્ડ કમર્શિયલ પેપર્સની રૂ.૨૦૦ કરોડની નીકળતી ચૂકવણીમાંથી કંપનીએ રૂ.૫૦ કરોડની ચૂકવણી કરી છે અને બાકી રૂ.૧૫૦ કરોડની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી છે. 

દરમિયાન કંપનનીએ એક યાદીમાં જણાવ્યું છે કે કંપની તેની જવાબદારીઓ અદા કરી રહી છે, જો તે કેશ ફ્લોમાં મિસમેચ અને રેટીંગ ડાઉનગ્રેડના કારણે પરિસ્થિતિ કથળતા કંપનીએ તેની આ નાણાકીય જવાબદારીઓ આંતરિક નાણા સ્ત્રોત અને એસેટ્સ વેચીને પૂરી કરવાનું સૂચવ્યું છે.

કંપની તેની જવાબદારીઓ પૂરી કરવા કામ કરી રહી હોવાનું સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે.કોક્ષ એન્ડ કિંગ્સના શેરનો ભાવ જે ૧૬,જાન્યુઆરી ૨૦૧૯ના રૂ.૧૭૩.૫૫ હતો, એ સતત તૂટતો રહીને રૂ.૩૬.૪૫ના તળીયે આવી ગયો છે. આ શેર એક સમયે ૧૮,માર્ચ ૨૦૧૫ના રૂ.૩૩૧ની સપાટીએ પહોંચ્યો હતો.