For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

રાહુલ ગાંધી બાદ માનહાનિ કેસ મામલે અશોક ગેહલોત મુશ્કેલીમાં મુકાયા, દિલ્હી કોર્ટે ફગાવી અરજી, જાણો મામલો

કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે માનહાનિનો કેસ ચાલુ રહેશે

કેસની વધુ દલીલો માટે 25 અને 26મી સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી

Updated: Sep 19th, 2023


રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની માનહાનિ કેસમાં રાહત મળી ન હતી અને દિલ્હીની કોર્ટે તેની અરજીને ફગાવી દીધી હતી. તેમણે દિલ્હીની રાઉઝ એવન્યું કોર્ટે કેન્દ્રિય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં નિર્દોશ છોડવાની અરજી કરી હતી. આ સાથે જ કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે માનહાનિનો કેસ ચાલુ રહેશે.

આ પહેલા ગેહલોત અને શેખાવત વીડિયો  કેન્ફરન્સિંગ દ્વારા હાજર રહ્યા હતા

આ પહેલા છેલ્લી સુનાવણી દરમિયાન અશોક ગેહલોત અને ગજેન્દ્ર સિંહ શેખાવત વીડિયો કેન્ફરન્સિંગ દ્વારા હાજર રહ્યા હતા અને આ કેસની છેલ્લી સુનાવણીમાં કેન્દ્રિય મંત્રી શેખાવતના વકીલે ગેહલોતની અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ગેહલોતની અરજી સુનાવણીને લાયક નથી. ગેહલોત અને શેખાવતના વકીલોએ દોઢ કલાકની લાંબી દલીલો બાદ કોર્ટે આજના દિવસ માટે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે રાઉઝ એવન્યું કોર્ટે અરજીને ફગાવી દીધી છે અને હવે આ કેસની વધુ દલીલો માટે 25 અને 26મી સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.

શું છે મામલો ?

રાજસ્થાનના મુખ્યમંત્રી વારંવાર કેન્દ્રિય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પર સંજીવની કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. સંજીવની કૌભાંડમાં લાખો રોકારણકારોના કરોડો રુપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ પછી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગેહલોત વિરુદ્ધ દિલ્હીની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરી દીધો હતો. આ મામલે મુખ્યમંત્રી ગેહલોતનું કહેવું છે કે તેમણે જે પણ કહ્યું તે કથિત કૌભાંડ અંગે રાજસ્થાન પોલીસની એસઓજીના રિપોર્ટના છે.

Gujarat
Worldcup 2023
English
Magazines