India
આંધ્રમાં દેશની સૌપ્રથમ ખાનગી સોનાની ખાણનો પ્રારંભ કરાયો
By GS TEAM
26 Jun 20262 mins read
આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં સ્વર્ણગિરી ખાતે ભારતની પ્રથમ ખાનગી માલિકીની સોનાની ખાણનો વાણિજ્યિક પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ₹405 કરોડના રોકાણથી બનેલા આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. પ્રથમ વર્ષે 400 કિ.ગ્રા. સોનાનું ઉત્પાદન થશે, જે દેશની 99% આયાત ઘટાડવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટ 700 સ્થાનિકોને રોજગારી પણ આપશે.
Summarized by AI; it may make mistakes. Check important info
આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં સ્વર્ણગિરી ખાતે ભારતની પ્રથમ ખાનગી માલિકીની સોનાની ખાણનો વાણિજ્યિક પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ₹405 કરોડના રોકાણથી બનેલા આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. પ્રથમ વર્ષે 400 કિ.ગ્રા. સોનાનું ઉત્પાદન થશે, જે દેશની 99% આયાત ઘટાડવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટ 700 સ્થાનિકોને રોજગારી પણ આપશે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ખાણમાં પહેલા વર્ષે 400 કિ.ગ્રા. સોનાનું ઉત્પાદન થશે
- દેશમાં 99 ટકા સોનાની આયાત થાય છે ત્યારે નવી ખાણના લીધે વિદેશી હૂંડિયામણમાં નોંધપાત્ર બચત થશે
કુરનૂલ(આંધ્ર) : દેશની આઝાદી પછી ભારતના માઇનિંગ સેક્ટરમાં પહેલી વખત ખાનગી માલિકીની કંપનીની સોનાની ખાણનો કોમર્સિયલની પ્રારંભ થઈ ગયો છે. આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુએ રાજ્યના કૂરનુલ જિલ્લામાં જોનાગિરી ખાતે આ મહત્ત્વાકાંક્ષી ગોલ્ડ માઇનિંગ અને પ્રોસેસિંગ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યુ. તેમણે પ્રોજેક્ટના બીજા તબક્કાની શિલારોપણવિધિ પણ કરી.
આ પ્રોજેકટ ભારતમાં સોનાનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ ઐતિહાસિક ગોલ્ડ માઇનને ફરીથી જીવંત કરવાની મોટાપાયા પર તૈયારી થઈ રહી છે. તેના માટે ૪૦૫ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટને જિયોમૈસૂર સર્વિસિઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ત્રિવેળી અર્થમૂવર્સની ભાગીદારીમાં ચલાવવામાં આવી રહ્યો છે. આ દેશની એકમાત્ર ઓપરેશનલ પ્રાઇવેટ પ્રાઇમરી ગોલ્ડ માઇન છે.
રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે કુલ ૧,૫૦૦ એકર જમીન ફાળવી છે અને તેમા ૬૦૦ એકર પર કામકાજ શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત ખાણના સુચારું સંચાલન માટે ૧૮ કિલોમીટર લાંબી પાઇપલાઇન બીછાવીને પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
હાલમાં ભારત વર્ષે ૧.૫ ટન સોનાનુંઉત્પાદન કરે છે. તે આપણા સ્થાનિક વપરાશના માંડ એક ટકા છે. આ સંજોગોમાં આ સોનાની ખાણ વિદેશી નિર્ભરતા ઘટાડવામાં અને વિદેશી ચલણ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
સ્વર્ણગિરી ખાણના કોમર્શિયલ ઓપરેશનના પ્રથમ દિવસે લગભગ ૪૦૦ કિલોગ્રામ સોનું કાઢવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે કુલ સ્થાનિક ઉત્પાદનના ૨૦ ટકા હશે. બીજા વર્ષમાં આ ઉત્પાદન વધારીને ૯૦૦થી ૧૦૦૦ કિલોગ્રામ સુધી લઈ જવામાં આવશે.
બીજા તબક્કાનું પ્રોસેસિંગ યુનિટ સંપૂર્ણપણે ચાલુ થતાં કંપનીની યોજના ત્રણ વર્ષની અંદર સોનાનું કુલ ઉત્પાદન બે ટન પર પહોંચાડવાની છે. તેના લીધે સ્થાનિક ઉત્પાદનમાં તેની હિસ્સેદારી ૫૦ ટકાથી પણ વધુ થઈ જશે.
આ ગોલ્ડ માઇન શરુ થતાં સરકારને રોયલ્ટીની ચાર ટકા આવક થશે. પહેલા વર્ષે ૫૭ કરોડ તો પછીના વર્ષે ૧૪૪ કરોડની આવક થવાનો અંદાજ છે. આ માઇનિંગ પ્રોજેકટથી સીધા ૭૦૦ લોકોને રોજગારી મળશે, જે સ્થાનિકો જ હશે. સીએમે સ્પષ્ટ કરી દીધું છે કે આ પ્રોજેક્ટમાં કામદારોનો ૮૦ ટકા હિસ્સો સ્થાનિકોનો હશે.
આ ખાણને સૌથી જૂની ખાણમાંની એક માનવામાં આવે છે. ઇસવીસન પૂર્વે ત્રીજી સદીમાં મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોકના સમયમાં અહીં મોટાપાયા પર સોનું કાઢવામાં આવતું હતું. એરાગુંડી ગામમાં મળેલા મૌર્ય કાળના શિલાલેખ આ ક્ષેત્રના ઐતિહાસિક અને આર્થિક મહત્ત્વ પર પ્રકાશ ફેંકે છે. આ ઐતિહાસિક શરૂઆત જોતાં આંધ્રની કેબિનેટે ઉદઘાટનના પ્રારંભ પહેલા જોનાગીરી ગામનું નામ સત્તાવાર રીતે બદલીને સ્વર્ણગિરી કરવા મંજૂરી આપી દીધી છે. પ્રાચીન કાળમાં આ વિસ્તાર સુવર્ણગિરી કે સોનાના પહાડના નામે જાણીતો હતો.









