દેશમાં વધી રહ્યો છે કોરોનાનો કેર, સંક્રમિતોનો આંકડો થયો 12 લાખને પાર
નવી દિલ્હી, તા. 22 જુલાઈ 2020, બુધવાર
દેશમાં કોરોના વાઈરસનો કેર સતત વધી રહ્યો છે. દેશમાં દરરોજ નોંધાતા 35 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે આજે દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 12 લાખને પાર થઈ ગયો છે. કોરોના અંગેની સત્તાવાર માહિતી આપતી સત્તાવાર વેબસાઈટ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 12 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે 22 જુલાઈએ સવાર સુધીમાં કોરોના વાઈરસના 11,92,915 સંક્રમિત દર્દીઓ કન્ફર્મ થઈ ચુક્યા છે. જ્યારે દેશમાં કોરોના વાઈરસના કારણે 28,732 દર્દીઓના મોત થઈ ચુક્યા છે. આ સિવાય 753,050 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. સત્તાવાર આંકડા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે.