Get The App

દેશમાં વધુ એક કોરોના વેક્સિન Covavax લોન્ચ થશે, નવા સ્ટ્રેન સામે પણ અસરકારક: અદાર પૂનાવાલા

Updated: Jan 30th, 2021

GS TEAM

Google News
Google News
દેશમાં વધુ એક કોરોના વેક્સિન Covavax લોન્ચ થશે, નવા સ્ટ્રેન સામે પણ અસરકારક: અદાર પૂનાવાલા 1 - image

પૂણે, 30 જાન્યઆરી 2021 શનિવાર

કોરોના વાયરસનાં નવા સ્ટ્રેન વિરૂધ્ધ 89 ટકા સુધી અસરકારક વેક્સિનને ભારતમાં જુન 2021 સુધી લોન્ચ થાય તેવી સંભાવના છે, સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા (SII) નાં સીઇઓ અદાર પૂનાવાલાએ શનિવારે કહ્યું કે પોતાની કંપનીમાં નોવાવૈક્સ ઇંક (Novavax Inc)ની સાથે ભાગીદીરી કરીને વધુ એક Covid-19 વેક્સિનનું ટ્રાયલ શરૂ  કરવાની અરજી આપી છે, તેમણે આશા વ્યક્ત કરી કે 2021 સુધી કંપની કોરોના વાયરસની વધુ એક કોવોવૈક્સ (Covavax) લોન્ચ કરી શકે છે.

ખરેખર તો દવા કંપની નોવાવૈક્સ ઇઁકે એર દિવસ પહેલા જ કહ્યું હતું કે Covid-19 ની રસી બ્રિટનમાં ચાલી રહેલી સ્ટડીનાં શરૂઆતનાં નિષ્કર્ષોનાં આધારે વાયરસનો નવા સ્ટ્રેન વિરૂધ્ધ 89 ટકા અસરકારક જણાઇ છે, કંપનીએ આ દાવો કર્યો કે તેની વેક્સિન બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં ફેલાઇ રહેલા નવા સ્ટ્રેન વિરૂધ્ધ રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત કરવાની બાબતમાં પણ અસરકારક જણાઇ રહી છે. 

પૂનાવાલાએ શનિવારે ટ્વિટર પર કહ્યું કે નોવાવૈક્સની સાથે કોવિડ-19 રસી માટે અમારી ભાગીદારી ખુબ જ અસરકારક પરિણામો લાવી છે, અમે ભારતમાં ટેસ્ટ શરૂ કરવા માટેની અરજી આપી દીધી છે, જૂન 2021 સુધી કોવોવૈક્સનું ઉત્પાદન શરૂ કરવાની આશા છે.

સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) આ પહેલા જ કોવિડશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે, જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ-સ્વિડિશ કંપની એસ્ટ્રાજેનેકાએ વિકસાવી છે, દેશમાં હાલ સુધી રસીકરણ અભિયાન માટે કેન્દ્ર સરકારએ કોવિડશીલ્ડ રસીની એક કરોડ 10 લાખ ડોઝ ખરીદ્યા છે.

Tags :