India

ભારતમાં કોરોના વકર્યો, 24 કલાકમાં 11 દર્દીઓના મોત, કેરળમાં સૌથી વધુ

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 108 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 11 કોરોના પોઝિટિવ લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ એક દિવસમાં મૃત્યુનો સૌથી વધુ આંકડો છે. કેરળમાં સાત મૃત્યુ થયા છે. જ્યારે દિલ્હી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં એક-એક મૃત્યુ થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં કોરોના વકર્યો, 24 કલાકમાં 11 દર્દીઓના મોત, કેરળમાં સૌથી વધુ

Covid-19 Cases In India: દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 108 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 11 કોરોના પોઝિટિવ લોકોના મૃત્યુ નીપજ્યા છે.  આ એક દિવસમાં મૃત્યુનો સૌથી વધુ આંકડો છે. કેરળમાં સાત મૃત્યુ થયા છે. જ્યારે દિલ્હી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં એક-એક મૃત્યુ થયું છે.

કોરોનાથી મૃત્યુ પામેલા લોકો અન્ય બીમારીથી પીડાઈ રહ્યા હતા

સરકારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, કેરળમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા તમામ સાત લોકો 60 વર્ષથી વધુ ઉંમરના હતા. કોરોના ઉપરાંત, તેમને કેન્સર, કિડની અને ન્યુમોનિયા જેવી બીમારીથી પીડાઈ રહ્યા હતા. પહેલી જાન્યુઆરી 2025 પછી કેરળમાં કોરોનાને કારણે સૌથી વધુ 35 મૃત્યુ થયા છે.  જ્યારે દિલ્હીમાં 67 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીએ જીવ ગુમાવ્યો, તેમને ફેફસાંનું કેન્સર પણ હતું. આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, કોરોનાના કારણે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો કેન્સર, કિડની રોગ અને હૃદય જેવા બીમારી હતી.

કોરોનાના એક્ટિવ કેસ

દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ, તો કેરળમાં સૌથી વધુ 1,920 કોરોના પોઝિટિવ દર્દીઓ છે. ત્યારબાદ ગુજરાતમાં 1,433, દિલ્હીમાં 649 અને મહારાષ્ટ્રમાં 540 કેસ એક્ટિવ કેસ છે. નવા કેસોની વાત કરીએ સોમવારે (16મી જૂન) દેશમાં કુલ 119 નવા કેસ નોંધાયા હતા. કેરળમાં સૌથી વધુ 87 કેસ નોંધાયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 38 નવા કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં 37 અને દિલ્હીમાં 33 નવા કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં પણ કોરોનાના 30 નવા કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો: એર ઈન્ડિયાની વધુ એક ફલાઇટમાં ખામી, પાઇલોટે કહ્યું ટેક ઓફ કરવું હોય તો મારી જવાબદારી નહીં

ઉલ્લેખનીય છે કે, મોટાભાગના કોરોના દર્દીઓને ઘરે સારવાર લેવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ સાવચેતી રૂપે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.