ટુ વ્હિલર્સ અને ફોર વ્હિલર્સમાં માત્ર બે જ વ્યક્તિ મુસાફરી કરી શકશે
ટેક્સી, રિક્ષા, લક્ઝરી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ, માલવાહક વાહનો ચાલુ રહેશે
અમદાવાદ, તા. 23 માર્ચ, 2020, સોમવાર
ગુજરાતમાં કોરાના વાયરસની મહામારીએ સર્જેલી અતિગંભીર સિૃથતિને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતને સોમવારની મધરાતે 12 વાગ્યાથી 31મી માર્ચ સુધી લૉક ડાઉન કરવાનો નિર્ણય લઈ લીધો છે. ગુજરાતમાં કોરોના વાયરસને કારણે એક દરદીના થયેલા મોતને કારણે તથા એક જ દિવસમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં મોટો વધારો આવી જતાં પરિસિૃથતિને વકરતી રોકવા માટે આજે રાત્ર પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા અને ગૃહ વિભૈાગના અિધક મુખ્ય સચિવ સંગીતા સિંગે રાત્ર નવ વાગ્યે બોલાવેલી એક પત્રકાર પરિષદમાં સમગ્ર રાજ્યની બોર્ડર સીલ કરી દેવાના નિર્ણયની જાહેરાત કરી હતી. સમગ્ર ગુજરાતમાં 144ની કલમ લાગુ કરવામાં આવેલી છે અને તેનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. લૉકડાઉનને કારણે આવશ્યક સેવાઓ સિવાયની તમામ તમામ કામગીરી, ખાનગી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવશે.
આવશ્યક સેવાઓમાં મેડિકલ સ્ટોર, કરિયાણાની દુકાનો, દૂધ-શાકભાજી જેવી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ તથા કેટલીક સરકારી સેવાઓને લૉકડાઉનમાંથી બાદ કરવામાં આવી છે.
જીવનજરૂરિયાતની વસ્તુઓની અછત ન પડે તે માટે તકેદારી લેવામાં આવી રહી છે જોકે માલ વાહક વાહનોની અવરજવરને રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેક્સી, કેબ, રિક્ષા, લક્ઝરી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. ખાનગી વાહનો, ટુ વ્હિલર્સ, ફોર વ્હિલર્સની અવરજવર ઓછી કરવાના હેતુથી ટુ વ્હિલર્સ અને ફોર વ્હિલ્સ્રમાં માત્ર બે વ્યક્તિ જ મુસાફરી કરી શકશે.
સરકાર દ્વારા પ્રજાના હિતમાં લેવામાં આવેલા આ નિર્ણયનો અમલ કરવામાં પોલીસને સહકાર આપવા આ સાથે જ જનતાને અપીલ કરવામાં આવી છે. સૃથાનિક કક્ષાએ દરેક પોલીસ સ્ટેશન પણ લૉક ડાઉનનો અમલ કરાવવા માટે પગલા લેશે. સૃથાનિક પોલીસને પણ સહયોગ આપવા જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. સરકારના આદેશનો ભંગ કરનાર આૃથવા પોલીસ સાથે અસહયોગ કરનાર સામે કાયદેસર પગલાં લેવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
કલમ 188ના જાહેરનામાનો ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં 62 વ્યક્તિ સામે ગુના નોંધવામાં આવ્યા છે. ક્વોરેન્ટાઈન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાનો ભંગ કરવાના ગુના બદલ 18 વ્યક્તિ સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 269, 270 અને 271 હેઠળ પગલાં લેવામાં આવ્યા છે. લૉકડાઉનના અસરકારક અમલીકરણ માટે અલગથી એસઆરપીએફની છ કંપનીઓ ફાળવવામાં આવી છે. તેમ જ રેપિડ એક્શન ફોર્સની ચાર કંપનીઓ ફાળવવામાં આવી છે.
કલમ 188 હેઠળ 6 મહિનાની સજા થઈ શકે છે
સરકાર દ્વારા જ્યારે કોઈ જાહેરનામુ બહાર પાડવામાં આવે અને કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરે ત્યારે પોલીસ તેની વિરૂધ્ધ કલમ 188 હેઠળ ગુનો નોંધે છે. આ ગુનામાં છ મહિનાની કેદની સજાની જોગવાઈ છે.
'લોકડાઉન' એટલે શું
(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા.23
લોકડાઉન નામના શ અંગે કાયદા નિષ્ણાંતોના મતે કોઇ ચૌક્કસ પ્રકારના ખતરાને ટાળવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગના દેશો દ્વારા જ્યાં-જ્યાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાયા છે ત્યાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવા સંજોગોમાં આ લોકડાઉન શું છે તે અંગે લોકોમાં મતમતાંતર જોવા મળી રહ્યો છે. આ અંગે કાયદા નિષ્ણાંતોના મતે લોકડાઉન એટલે શું અને તે ક્યારે અને કેવા સંજોગોમાં લાગુ કરવામાં આવે છે તે અંગે જણાવતા કહ્યું હતું કે લોકડાઉન એક ઇમરજન્સી વ્યવસ્થા છે.
લોકડાઉન જ્યાં લાગુ કરવામાં આવે છે તે વિસ્તારના લોકોને ઘરની બહાર નીકળવાની મંજુરી હોતી નથી. પરંતુ જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે બહાર નીકળી શકે છે. આ ઉપરાંત દવા, અનાજ-કરિયાણા અથવા તો મેડિકલ ઇમરજન્સી માટે બહાર નીકળવાની મંજુરી છે. કોઇ પણ પ્રકારના ખતરાના ટાળવા માટે અથવા તો કોઇ ચૌક્કસ વિસ્તારને થઇ રહેલા નુકશાનથી બચાવવા માટે લોક્ડાઉન કરવામાં આવે છે.
વિશ્વમાં કયારે-કયારે લોકડાઉન કરવામાં આવ્યું હતું ?
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ નામના જીવલેણ ચેપી રોગને ફેલાતો અટકાવવા માટે લોકડાઉનનું શ ઉગામવામાં આવ્યું છે. આ લોકડાઉન નામનું શ ભુતકાળમાં અમેરિકામાં જયારે 9/11 નો આતંકી હુમલો થયો હતો ત્યારે ત્રણ દિવસમાં માટે સ્થાનિક વિસ્તારમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ડિસેમ્બર 2005માં ન્યુ સાઉથ વેલ્સ પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારમાં ફાટી નીકળેલા તોફાનો અટકાવવા અને તા. 19 એપ્રિલ 2013 ના રોજ બોસ્ટનમાં જયારે આતંકી હુમલો થયો ત્યારે આતંકવાદીઓને શોધવા માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું. તદઉપરાંત 2015માં જયારે પેરિસમાં આતંકી હુમલો થયો હતો ત્યારે સમગ્ર શહેરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.


