કોરોનાની ખતરનાક સાઈડ ઈફેક્ટ, 15 વર્ષની છોકરીએ અવાજ ગુમાવ્યો, રિસર્ચમાં ડરામણો ખુલાસો
ઓમિક્રોનના આ નવા સબ-વેરિઅન્ટ JN.1 સાથે કોરોનાએ ફરી એકવાર ડરાવવાનો પ્રયાસ કર્યો
આ નવા વેરિયન્ટે કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાના અનેક ભાગોમાં ભરડામાં લીધા છે
image : Pixabay |
Corona JN.1 Virus | કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 હવે માત્ર ચીન-સિંગાપોરમાં જ નહીં પરંતુ ભારતના ઘણા ભાગોને લપેટમાં લઈ રહ્યો છે. આ નવા વેરિયન્ટે કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાના અનેક ભાગોમાં ભરડામાં લીધા છે. ઓમિક્રોનના આ નવા સબ-વેરિઅન્ટ JN.1 સાથે કોરોનાએ ફરી એકવાર ડરાવવાનો પ્રયાસ કર્યો છે. નિષ્ણાતો કહે છે કે તેનાથી મૃત્યુની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં એટલો વધારો થયો નથી જેટલો ડેલ્ટા વેરિયન્ટના સમયે થયો હતો. પરંતુ આ દરમિયાન, કોરોના સંબંધિત એક નવી રિસર્ચે બધાને ચોંકાવી દીધા હતા. માહિતી અનુસાર આ ખતરનાક વાયરસ માત્ર સ્વાદ અને ગંધને જ નહીં પરંતુ ગળાને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. એક કેસમાં 15 વર્ષની છોકરીએ કોરોના વાયરસને કારણે પોતાનો અવાજ ગુમાવ્યો હોવાનો ખુલાસો થયો છે.
વૉકલ પેરાલિસિસનું જોખમ
જનરોલ પીડિયાટ્રિકમાં Bilateral vocal cord paralysis requiring long term tracheostomy after SARS-CoV-2 infection નામે એક રિસર્ચ સામે આવ્યું છે. જેમાં જાણ થઈ કે કોરોના સંક્રમણ ગળાને પણ સંક્રમિત કરી શકે છે. એ પણ એટલી હદે કે તમે ગળાનો અવાજ પણ ગુમાવી શકો છો. એક્સપર્ટ્સ અનુસાર તેને વૉકલ કાર્ડ પેરાલિસિસ કહેવાય છે. તેમાં વૉકલ હિસ્સો પ્રભાવિત થાય છે. સંક્રમણની સ્થિતિમાં તમે ધીમે ધીમે બોલવાની ક્ષમતા ગુમાવી દો છો. આ ખૂબ જ ખતરનાક છે.
સરકારે બેઠક યોજી હતી
GNCTD મંત્રી (સ્વાસ્થ્ય) સૌરભ ભારદ્વાજે નવેમ્બર 2023માં ચીનમાં બાળકોમાં ન્યૂમોનિયા સહિત શ્વસન રોગો સંબંધિત કેસમાં વૃદ્ધિ જોતાં 30 નવેમ્બરે શ્વસન મેડિકલ નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. જેમાં આરટી પીસીઆર દ્વારા ન્યૂમોનિયાના ગંભીર કેસના પરીક્ષણ કરવા, નમૂનાઓનું વિવરણ જાળવી રાખવા અને એન્ટી વાયરલ દવાઓનો પર્યાપ્ત સ્ટોક રાખવા અંગે એસઓપી જારી કરાઈ હતી.