Get The App

BIG NEWS: ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2700ને પાર, 24 કલાકમાં 7ના મોત

Updated: May 31st, 2025

GS TEAM

Google News
Google News
BIG NEWS: ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2700ને પાર, 24 કલાકમાં 7ના મોત 1 - image

COVID-19 In India: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક અઠવાડિયામાં કુલ કેસની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. માહિતી અનુસાર, દેશભરમાં 2710 સક્રિય કોરોના દર્દીઓ છે. કેરળમાં સૌથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 7 લોકોના મોત પણ થયા છે. 

પાંચ મહિનામાં કોરોનાને કારણે 22 લોકોના મોત

અહેવાલો અનુસાર, કેરળમાં 1147, મહારાષ્ટ્રમાં 424, દિલ્હીમાં 294 અને ગુજરાતમાં 223 સક્રિય કેસ છે. કર્ણાટક અને તમિલનાડુમાં 148-148 કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના 116 કેસ મળી આવ્યા છે. છેલ્લા પાંચ મહિનામાં કોરોનાને કારણે 22 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં બે દર્દીઓના મોત થયા છે. દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુમાં એક-એક દર્દીનું મોત થયું છે.

આ પણ વાંચો: અમદાવાદ બાદ રાજકોટમાં શ્વાનનો આતંક: જીવલેણ હુમલામાં 6 વર્ષના બાળકનું મોત, માતાનું હૈયાફાટ રુદન


દિલ્હીમાં કોરોનાથી પહેલું મૃત્યુ

બીજી તરફ ઓમિક્રોન LF.7 અને NB1.8ના બે પ્રકારોને કારણે કોરોનાના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. આ વખતે  દિલ્હીમાં કોરોનાથી મૃત્યુનો પહેલો કેસ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 56 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દી પહેલાથી જ ઘણી બીમારીઓથી પીડાતા હતા.

BIG NEWS: ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2700ને પાર, 24 કલાકમાં 7ના મોત 2 - image