રાણી દુર્ગાવતી કા મકબરા કહાં બના હૈ, જબલપુરમાં આ પ્રશ્નને લઇને વિવાદ વકર્યો,
મકબરો શબ્દ બરાબર નથી તેની સમાધિ એમ પુછાવવું જોઇતું હતું
રાની દુર્ગાવતી એક વીરાંગના હતી તે મોગલ શાસન સામે લડી હતી
ઇન્દોર,૬ મે,૨૦૨૫,મંગળવાર
મધ્યપ્રદેશના જબલપુરમાં રાણી દુર્ગાવતી યુનિવર્સિટીમાં આયોજીત એક પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નપત્રને લઇને વિવાદ શરુ થયો છે. આ વિવાદ ૩ મે ના રોજ બીએસસી સેકન્ડ યરના ફાઉન્ડેશન કોર્સની મહિલા સશકિતકરણ વિષય પર એક પ્રશ્ન પુછાયો હતો કે રાણી દુર્ગાવતી કાલ મકબરા કહાં બના હૈ, આ પ્રશ્નને લઇને છાત્રો અને સામાજિક સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળે છે. છાત્રોનું કહેવું છે કે રાની દુર્ગાવતી એક વીરાંગના હતી તે મોગલ શાસન સામે લડીને બલિદાન આપ્યું હતું. આથી તેનો મકબરો શબ્દ બરાબર નથી તેની સમાધિ એમ પુછાવવું જોઇતું હતું.
આ શબ્દપ્રયોગ વિચલિત કરવાનો લાગ્યો હતો. છાત્ર સંગઠનોએ યુનિવર્સિટી પ્રશાસનને તત્કાલ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સામાજિક સંગઠનો અને કેટલાક ઇતિહાસકારોએ રાની દુર્ગાવતીના બલિદાનનું અપમાન ગણાવ્યું હતું. સાંસ્કૃતિક અસ્મિતા માટે અપમાનજનક કૃત્ય છે. આ જાણી જોઇને કરવામાં આવેલી ભૂલ છે એવો પણ આક્ષેપ મુકવામાં આવ્યો છે. યુનિવર્સિટીના કન્ટ્રોલર ઓફ એકઝામિનેશનને સ્પષ્ટતા કરી હતી કે પ્રશ્નપત્રમાં મકબરા શબ્દ બિલકૂલ અનુચિત છે તેના માટે જવાબદારની તપાસ કરીે નોટિસ આપીને કડક કાર્યવાહી કરવામાં આવશે. સૌથી મહત્વની વાત તો એ છે કે જે રાનીના દુર્ગાવતી નામ પર સ્થાપિત યુનિવર્સિટીમાં આવી ઘટના બની હોવાથી તેની સંવેદનશીલતા વધી ગઇ છે.