Get The App

મનમોહનસિંહના નામે રાજકારણ ન ખેલો દુ:ખમાં તો પક્ષાપક્ષીથી બહાર નીકળો

Updated: Dec 29th, 2024

GS TEAM


Google News
Google News
મનમોહનસિંહના નામે રાજકારણ ન ખેલો દુ:ખમાં તો પક્ષાપક્ષીથી બહાર નીકળો 1 - image


- સ્મારક અંગે કોંગ્રેસે વિવાદ ઉભો કરતા ભાજપે કહ્યું

- મોદી સરકારે પક્ષીય ભાવનાથી ઉપર ઊઠી દરેક નેતાઓને સન્માન આપવાનું કામ કર્યું છે : મનમોહનજીની સમાધિનું કામ જલ્દી હાથ ધરાશે

નવી દિલ્હી : દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક અંગે વિવાદ શરૂ થઈ ગયો છે, ઘમાસાણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે વિવાદ ઉભો કર્યો છે, ત્યારે ભાજપના સાંસદ અને પાર્ટીના પ્રવક્તા સુંધાશું ત્રિવેદીએ કોંગ્રેસને પ્રબળ સંદેશો પાઠવતાં કહી દીધું છે કે, 'મનમોહનસિંહજીની સમાધિ અમે જગ્યા પણ શોધાઈ રહી છે અને ત્યાં ભવ્ય સ્મારક રચવાનો કેન્દ્રીય કેબિનેટે નિર્ણય પણ લઈ લીધો છે, ત્યારે આ સ્મારક ક્યાં કરવું તે માટે યોગ્ય ભૂમિ પણ શોધાઈ રહી છે અને તેઓને ઉચિત માન-સન્માન અપાશે જ.'

સુધાંશુ ત્રિવેદી કોંગ્રેસ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર સરકારને સંબંધ છે ત્યાં સુધી તો તે સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકારે ડો. મનમોહનસિંહની સમાધિ-સ્મારક રચવા નિર્ણય લઈ લીધો છે તે માટે જગ્યાની શોધ થઈ રહી છે.

કોંગ્રેસનું કહેવું છે કે જ્યાં (નિગમબોધ ઘાટ પર) મનમોહનસિંહજીને અગ્નિદાહ અપાયો તે સ્થળે જ તેઓની સમાધી કરવી જોઈએ. જ્યારે સરકાર વધુ સારી અને સરળતાથી પહોંચી શકાય તેમાં સ્થળની શોધમાં છે.

કોંગ્રેસની આ કાર્યવાહીથી ભાજપમાં ખરેખરો ગુસ્સો વ્યાપ્યો છે. ભાજપના સાંસદ અને પ્રવકતા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસને ઉદ્દેશીને કહ્યું હતું કે, 'મનમોહન સિંહના નામે રાજકારણ ખેલવું બંધ કરો. દુ:ખની ઘડીએ તો પક્ષાપક્ષીમાંથી બહાર આવો. મોદી સરકારે પક્ષીય ભાવનાથી ઉપર ઉઠી દરેક નેતાઓને સન્માન આપવાનું કામ કર્યું જ છે તે પ્રમાણે મનમોહનસિંહજીની સમાધિ અંગે વહેલામાં વહેલી તકે નિર્ણય લઈ લેવાશે.'

Tags :