લોકસભા-વિધાનસભામાં SC- STમાટે અનામત 10 વર્ષ વધાર્યું
નવી દિલ્હી, તા. 10 ડિસેમ્બર 2019,મંગળવાર
લોકસભામાં મંગળવારે બંધારણ(126માં સુઘારો) બિલ 2019ને મંજૂરી મળી ગઈ છે. જેને લઈને લોકસભા અને વિધાનસભામાં SC- ST સમુદાયને અનામત 10 વર્ષ વધારવાની જોગવાઈ થઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ખુશી વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે હું બંધારણ(126માં સુઘારો) બિલ 2019ને સર્વસંમતિથી પસાર થયું તેને લીઘે બહુ વધારે ખુશ છું જે SC- ST અનામતને દસ વર્ષ સુધી લંબાવે છે. અમે અમારા નાગરિકોના સશક્તિકરણ પ્રતિ અડગ છીએ.
સંસદમાં બંધારણ(126માં સુઘારો) બિલ 2019ને મંજૂરી મળી ગઈ છે. લોકસભામાં આ બિલના પક્ષમાં 352 મત પડ્યા હતા જ્યારે વિરોધમાં એક પણ મત પડ્યો નહોતો. બંધારણ સુધારણા બિલને ધ્યાનમાં રાખીને, ગૃહના કુલ સભ્યોની બહુમતી અને હાજર સભ્યોની સંખ્યાના બે-તૃતીયાંશને ટેકો આપવો જરૂરી છે.