Get The App

‘ભારત જોડો યાત્રા’ની વર્ષગાંઠ નિમિત્તે કોંગ્રેસની મોટી જાહેરાત, 7 સપ્ટેમ્બરે દેશભરમાં યોજશે આ કાર્યક્રમ

‘ભારત જોડો યાત્રા’ને 7મી સપ્ટેમ્બરે એક વર્ષ પૂર્ણ થશે. કોંગ્રેસે દેશમાં ઘણી જગ્યાઓ પર ‘ભારત જોડો યાત્રા’ યોજવાની યોજના બનાવી. આ યાત્રા કેટલી લાંબી યોજાશે, તેની રૂપરેખા અને અન્ય માહિતી ટૂંક સમયમાં જિલ્લા કોંગ્રેસ કમિટીઓને મોકલાશે

Updated: Sep 3rd, 2023

GS TEAM


Google News
Google News
‘ભારત જોડો યાત્રા’ની વર્ષગાંઠ નિમિત્તે કોંગ્રેસની મોટી જાહેરાત, 7 સપ્ટેમ્બરે દેશભરમાં યોજશે આ કાર્યક્રમ 1 - image

નવી દિલ્હી, તા.03 સપ્ટેમ્બર-2023, રવિવાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને એક વર્ષ પૂર્ણ થવાનું છે... ત્યારે આ પ્રસંગે કોંગ્રેસે દેશના તમામ જિલ્લાઓમાં ભારત જોડો યાત્રા યોજવાની જાહેરાત કરી છે. પક્ષે ઘણી જગ્યાઓ પર આયોજન કરવાની પણ યોજના બનાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ યાત્રા કેટલી લાંબી યોજાશે, તેની રૂપરેખા અને અન્ય માહિતી ટૂંક સમયમાં જિલ્લા કોંગ્રેસ કમિટીઓને મોકલવામાં આવશે.

રાહુલ ગાંધીએ ગત વર્ષે 7 સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી

રાહુલ ગાંધીએ ગત વર્ષે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા 145 દિવસ સુધી યોજાયી હતી, જેમાં 4000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરાઈ હતી. જ્યારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 30 જાન્યુઆરીએ યાત્રાનું સમાપન કરાયું હતું. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ 12 જનસભાઓમાં સંબોધન કર્યું હતું. ઉપરાંત 100થી વધુ બેઠકો અને 13 પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાહુલે ચાલતા ચાલતા 275થી વધુ ચર્ચાઓમાં ભાગ લીધો તેમજ કેટલાક સ્થળોએ થોભીને 100થી વધુ ચર્ચાઓ કરી...

12 રાજ્યોમાંથી પસાર થઈ હતી ‘ભારત જોડો યાત્રા’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાયેલી ‘ભારત જોડો યાત્રા’ 12 રાજ્યોમાંથી પસાર થઈ હતી, જેમાં કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સામેલ છે.

રાહુલ ગાંધીની નજર ગુજરાતથી મેઘાલય સુધીની યાત્રા પર

મહારાષ્ટ્રના પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નાના પટોલેએ 8મી ઓગસ્ટે કહ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાતથી મેઘાલય સુધીની પદયાત્રા કરશે... જોકે તેમણે યાત્રાની તારીખ જાહેર કરી ન હતી... પટોલેએ કહ્યું હતું કે, આ દરમિયાન પક્ષના મહારાષ્ટ્ર એકમના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ રાજ્યમાં પદયાત્રા નિકાળશે... રાહુલ ગાંધીની પશ્ચિમથી પૂર્વ સુધીની ભારત જોડો યાત્રાની શરૂઆત ગુજરાતથી થશે અને પૂર્વ તરફ આગળ વધશે. આ દરમિયાન જે પણ રાજ્યો વચ્ચે આવશે તેને આ યાત્રામાં આવરી લેવામાં આવશે. જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ કરવામાં આવશે. યાત્રા અંતે પૂર્વના રાજ્ય મેઘાલય સુધી જશે. જોકે લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. એવામાં રાહુલ ગાંધીની બીજી ભારત જોડો યાત્રા આ વર્ષે જ શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. યાત્રા ક્યા મહિનામાં શરૂ થશે તે અંગે સત્તાવાર રીતે કોઇ જ જાહેરાત હજુ સુધી કોંગ્રેસ તરફથી કરાઈ નથી.

'ભારત જોડો યાત્રા'એ કર્ણાટક કોંગ્રેસને કરાવ્યો ફાયદો

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની મોટી જીત થઈ હતી. પાર્ટીએ રાજ્યમાં કુલ 136 બેઠકો જીતી મેળી હતી. કોંગ્રેસ આ જીતનો શ્રેય 'ભારત જોડો યાત્રા'ને આપ્યો હતો. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, તેમને ચૂંટણી પરિણામોમાં 'ભારત જોડો યાત્રા'નો લાભ મળ્યો છે. કર્ણાટકમાં જે 20 વિધાનસભા મતવિસ્તારોમાંથી 'ભારત જોડો યાત્રા' પસાર થઈ હતી, તેમાંથી કોંગ્રેસે 15, જ્યારે જનતા દળને ત્રણ અને ભારતીય જનતા પાર્ટીએ બે બેઠકો પર જીત મેળવી છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં આ 20 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર પાંચ બેઠકો મળી હતી.

Tags :