પક્ષ પ્રમુખ પદના ઉમેદવારો અંગે કશી ટીકા ટીપ્પણી ન કરવા કોંગ્રેસના પ્રવક્તાઓને આદેશ


- ગૌરવ વલ્લભે થરૂરની ટીકા કરતા કહ્યું : 'પક્ષમાં તેમનું તેટલું જ પ્રદાન છે કે સોનિયાજી હોસ્પિટલમાં હતા ત્યારે પત્રો મોકલ્યા હતા'

નવી દિલ્હી : શશી થરૂરે કોંગ્રેસ પ્રમુખ પદ માટેનું ઉમેદવારીપત્ર ભર્યાના બીજા જ દિવસે કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે તેમની ઉગ્ર ટીકા કરતા કહ્યું કે : 'પક્ષમાં તેમનું માત્ર તેટલું જ પ્રદાન છે કે જ્યારે સોનિયાજી હોસ્પિટલમાં હતા ત્યારે તેઓને તે પત્રો (વિરોધી મંતવ્યો દર્શાવતા હતા) મોકલતા હતા.'

ગૌરવ વલ્લભે આ સાથે શશી થરૂરની ઉગ્ર ટીકા પણ કરી હતી. જેને પગલે તેના પત્રકારોને પક્ષ-પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો અંગે કોઈપણ પ્રકારની ટીકા- ટીપ્પણી નહી કરવા આદેશ આપ્યો છે.

સાધનો જણાવે છે કે, એઆઇસીસીના મહામંત્રી અને સંચાર વ્યવસ્થાનો હવાલો સંભાળતા જયરામ રમેશે દરેક પ્રવક્તાઓને તથા સંચાર વિભાગના સર્વેને ભારપૂર્વક જણાવી દીધું છે કે, હું તમામ પ્રવક્તાઓને તથા પક્ષના સંચાર વિભાગના સર્વેને ભારપૂર્વક જણાવું છું કે, તેમણે આપણા પક્ષના કોઈપણ સભ્ય, જેઓ પક્ષપ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહેવાના હોય તેમના વિષે કોઈ ટીકા- કે ટીપ્પણી કરવી નહીં.

City News

Sports

RECENT NEWS