Get The App

રાહુલ ગાંધી આજે ED સમક્ષ હાજર થશે, કોંગ્રેસી નેતાઓએ ઘડી 'સત્યાગ્રહ'ની યોજના

Updated: Jun 13th, 2022

GS TEAM

Google News
Google News
રાહુલ ગાંધી આજે ED સમક્ષ હાજર થશે, કોંગ્રેસી નેતાઓએ ઘડી 'સત્યાગ્રહ'ની યોજના 1 - image


- રાહુલ ગાંધી ઈડી સમક્ષ હાજર થાય તે પહેલા પ્રિયંકા ગાંધી તેમને મળવા માટે પહોંચ્યા હતા

નવી દિલ્હી, તા. 13 જૂન 2022, સોમવાર

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી 'નેશનલ હેરાલ્ડ- એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ' કરાર સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસ મામલે આજે ઈડી સમક્ષ હાજર થશે. તેવામાં કોંગ્રેસ દ્વારા તેમના તમામ ટોચના નેતા અને સાંસદો દિલ્હીમાં પાર્ટી મુખ્યાલય '24 અકબર રોડ'થી ઈડી હેડ ક્વાર્ટર સુધી વિરોધ માર્ચ યોજશે અને 'સત્યાગ્રહ' કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ ઉપરાંત કોંગ્રેસી નેતાઓ રાજ્યોમાં પણ તપાસ એજન્સીના કાર્યાલયો સુધીની માર્ચ યોજીને 'સત્યાગ્રહ' કરવાના છે. કોંગ્રેસે સત્તારૂઢ ભાજપ પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવીને પૂર્વ પાર્ટી પ્રમુખ પીછેહટ નહીં કરે તેમ જણાવ્યું હતું. 

રાહુલ ગાંધી ઈડી સમક્ષ હાજર થાય તે પહેલા પ્રિયંકા ગાંધી તેમને મળવા માટે પહોંચ્યા હતા. સાથે જ કોંગ્રેસ કાર્યાલય ખાતે પાર્ટીના કાર્યકરોની ભીડ જોવા મળી રહી છે. જોકે અનેક કોંગ્રેસી નેતાઓને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમે મની લોન્ડ્રિંગ કેસમાં રાહુલ ગાંધીને પાઠવવામાં આવેલું ઈડીનું સમન નિરાધાર હોવાનો દાવો કર્યો હતો. સાથે જ એવો કટાક્ષ પણ કર્યો હતો કે, ભાજપના નેતા કે પાર્ટી દ્વારા શાસિત રાજ્ય તપાસ એજન્સીના અધિકાર ક્ષેત્રમાં ન આવતા હોવાનું જણાઈ રહ્યું છે. 

Tags :