app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુર હિંસા મુદ્દે CM એન બિરેન સિંહને બરતરફ કરવાની કરી માંગ

Updated: Sep 27th, 2023

Image Source: Twitter

- હિંસામાં વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાની ભયાવહ તસવીરોએ સમગ્ર દેશને ફરી એક વખત હચમચાવી મૂક્યો 

નવી દિલ્હી, તા. 27 સપ્ટેમ્બર 2023, બુધવાર

દેશનું પૂર્વોત્તર રાજ્ય મણિપુર હિંસાની લપેટમાં છે. થોડા દિવસોની શાંતિ બાદ રાજ્યમાં ઈન્ટરનેટ સેવા ચાલુ કરી દેવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા ચાલુ કર્યા બાદ સોશિયલ મીડિયા પર બે વિદ્યાર્થીઓની હત્યાની તસવીર વાયરલ થઈ ગઈ હતી. ત્યારબાદ ફરી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ફેલાયેલી અશાંતિને લઈને કોંગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યુ છે.

તેમણે કહ્યું કે, મણિપુરના લોકો આટલા દિવસથી પરેસાન છે પરંતુ પીએમ મોદી પાસ રાજ્યની મુલાકાત લેવાનો પણ સમય નથી. બીજેપીના કારણે મણિપુર યુદ્ધનું મેદાન બની ગયુ છે. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષે મુખ્યમંત્રી એન બિરેન સિંહની બરતરફીની માંગ કરી છે. તેમણે કહ્યું કે, તેઓ એક અયોગ્ય મુખ્યમંત્રી છે.

શું કહ્યુ મલ્લિકાર્જુન ખડગેએ?

કોંગ્રેસ અધ્યક્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 147 દિવસથી મણિપુરના લોકો પીડાઈ રહ્યા છે પરંતુ પીએમ મોદી પાસે રાજ્યની મુલાકાત લેવાનો સમય નથી. આ હિંસામાં વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાની ભયાવહ તસવીરોએ સમગ્ર દેશને ફરી એક વખત હચમચાવી મૂક્યો છે. હવે એ સ્પષ્ટ છે કે, આ સંઘર્ષમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ હિંસાને હથિયાર બનાવવામાં આવ્યુ હતું. 

મલ્લિકાર્જુન ખડગેએ આગળ કહ્યું કે, સુંદર રાજ્ય મણિપુરને ભાજપના કારણે યુદ્ધના મેદાનમાં બદલી લેવામાં આવ્યું. હવે સમય આવી ગયો છે કે, પીએમ મોદી બીજેપીના અયોગ્ય મણિપુરના મુખ્યમંત્રીને બરતરફ કરે. આગળની કોઈ પણ ઉથલ-પાથલને નિયંત્રિત કરવા માટે પહેલો નિર્ણય હશે.

મણિપુર હોરર

મણિપુરમાં 3 મેના રોજ આદિવાસી એકતા માર્ચ પછી ફાટી નીકળેલી જાતિ હિંસા બાદ 17 વર્ષના વિદ્યાર્થી હિઝામ લિનથોઈનગાંબી અને 20 વર્ષના વિદ્યાર્થી ફિઝામ હેમજીતની બે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પહેલી તસવીરમાં બંને ઘાસના મેદાનમાં બેઠેલા નજર આવી રહ્યા છે જ્યારે બીજી તસવીરમાં જાણે તેમની હત્યા કરી દેવામાં આવી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. આ ફોટામાં તેમની પાછળ હથિયાર પકડેલા બે લોકો પણ નજર આવી રહ્યા છે. આ ઘટના બાદ સીએમ એન બિરેન સિંહે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ મામલે સીબીઆઈ તપાસ પણ ચાલી રહી છે.


Gujarat