Get The App

સંસદ સત્રમાં મોદી સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન, આ પાંચ મુદ્દાની યાદી તૈયાર કરી

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
સંસદ સત્રમાં મોદી સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન, આ પાંચ મુદ્દાની યાદી તૈયાર કરી 1 - image


Parliament Monsoon Session 2025 : સંસદનું શિયાળુ સત્ર 21 જુલાઈથી શરૂ થવાનું છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સત્ર પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી કહ્યું છે કે, વિપક્ષ સાર્થક સત્ર યોજવા ઈચ્છે છે. બીજીતરફ કોંગ્રેસે સત્રમાં મોદી સરકારને ઘેરવા માટે પ્લાન તૈયાર કરી દીધી છે. કોંગ્રેસ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક રીતે પાર પાડેલા ઓપરેશન સિંદૂરથી લઈને અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટના સહિત અનેક મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. ચોમાસુ સત્ર-2025માં મોદી સરકારને આક્રમક પ્રહાર કરવા માટે કોંગ્રેસ પાંચ મુખ્ય મુદ્દાઓની યાદી તૈયાર કરી દીધી છે.

કોંગ્રેસ સંસદમાં ગજવશે આ પાંચ મુદ્દા

1... ભારત-પાકિસ્તાન પર ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી

સત્ર દરમિયાન કોંગ્રેસ (Congress) ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ (India-Pakistan Ceasefire)માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના દાવા મામલે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ કરાવવા માટે મહત્ત્વની ભૂમિકા નિભાવી હોવાનો ફરી દાવો કર્યો છે. ટ્રમ્પે એવું પણ કહી નાખ્યું છે કે, તેમણે ટ્રેડની ચેતવણી આપી સંભવિત પરમાણુ હુમલો ટાળી દીધો છે. ત્યારે કોંગ્રેસ સત્રમાં કેન્દ્ર સરકારે એવો પ્રશ્ન કરશે કે, આવી સ્થિતિમાં ભારતની વિદેશ નીતિ અને રાજદ્વારી પ્રતિક્રિયા આટલી નબળી કેમ છે?

2... બિહારમાં મતદાર યાદી સુધારણા અને અન્ય રાજ્યોમાં અસંતુલન

બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સ્પેશ્યલ ઈન્ટેસિવ રિવિઝન (SIR) એટલે કે મતદાર યાદીની સંપૂર્ણ તપાસ અને અપડેટની કામગીરીનો વિપક્ષો ભારે વિરોધ કરી રહ્યા છે.  કોંગ્રેસનો આક્ષેપ છે કે, એસઆઈઆર કામગીરીમાં પારદર્શિતા રખાઈ નથી, ત્યારે પાર્ટીએ સત્રમાં આ મુદ્દો ઉછાળી મોદી સરકારને ઘેરવાની યોજના બનાવી છે. વિપક્ષોનું કહેવું છે કે, એસઆઈઆર એક ષડયંત્ર છે, તેનો ઉદ્દેશ્ય ગરીબ, દલિત, પછાત વર્ગો અને લઘુમતીઓનો મત આપવાનો અધિકાર છિનવવાનો છે. વિપક્ષોએ એવું પણ કહ્યું છે કે, NRCને અપ્રત્યક્ષ રૂપે લાગુ કરવા માટે એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરાઈ છે, કારણ કે તેમાં નાગરિકતા સાબિત કરવા માટે પૂરાવા મંગાઈ રહ્યા છે. 

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો 

3... જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો ક્યારે મળશે?

કોંગ્રેસ કેન્દ્રશાસિત પ્રદેશ બનેલા જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ પર ભાર મૂકશે. પાર્ટીનું કહેવું છે કે, કેન્દ્ર સરકારે ઘણી વખત ખાતરી આપી છે પરંતુ અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી-2024માં રેલી સંબોધી જાહેરાત કરી હતી કે, જમ્મુ-કાશ્મીરમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે. ત્યારે કોંગ્રેસ સત્રમાં આ મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કરવાનો પ્રયાસ કરશે.

4... દેશભરમાં મહિલાઓ પર અત્યાચાર

મણિપુરથી લઈને ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચાર મામલે કોંગ્રેસે કેન્દ્ર સરકારનો ઘેરવાની યોજના બનાવી છે. વિપક્ષ મહિલા સુરક્ષા, ન્યાય અને ઝડપી કાર્યવાહી મામલે સરકારની જવાબદારી નિર્ધારીત કરવાનો પ્રયાસ કરશે.

5... એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના

અમદાવાદમાં તાજેતરમાં જ એર ઈન્ડિયાનું પ્લાન ક્રેશ (Air India Plane Crash) થયું હતું, ત્યારે કોંગ્રેસ સત્રમાં ઘટનામાં પારદર્શિતા અને તપાસનો મામલો ઉઠાવશે. કોંગ્રેસ સરકારને પ્રશ્ન કરશે કે, ઘટનાની અત્યાર સુધીની તપાસ રિપોર્ટની સ્થિતિ શું છે, ઘટનામાં કયા સ્તરે બેદરકારી થઈ અને તેમાં કેટલી પારદર્શિતા જાળવાવમાં આવી રહી છે? AAIBના પ્રાથમિક રિપોર્ટ બાદ વિપક્ષ આ મુદ્દે ગંભીર રીતે ઉઠાવવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો : મંત્રી શિરસાટ, ધારાસભ્ય ગાયકવાડના કાંડ બાદ શિંદે આક્રમક ! કહ્યું, ‘કાર્યવાહી કરવા મજબૂર ન કરો’

Tags :