Get The App

'જે વ્યક્તિ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાનો સામનો કરતા ડરે છે તે...' PM મોદીના પોડકાસ્ટ અંગે કોંગ્રેસના પ્રહાર

Updated: Mar 17th, 2025

GS TEAM


Google News
Google News
'જે વ્યક્તિ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાનો સામનો કરતા ડરે છે તે...' PM મોદીના પોડકાસ્ટ અંગે કોંગ્રેસના પ્રહાર 1 - image


Congress Attack on PM Modi Podcast : કોંગ્રેસે વડાપ્રધાન મોદી સામે નિશાન તાકતાં કહ્યું કે પાખંડની કોઈ મર્યાદા નથી હોતી. પીએમ મોદીએ ક્યારેય કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી પણ એક અમેરિકન પોડકાસ્ટર સામે બેસવામાં તે સહજ મહેસૂસ કરે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પોડકાસ્ટર અને કમ્પ્યૂટર વૈજ્ઞાનિક લેક્સ ફ્રીડમેન સાથે ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલા પોડકાસ્ટમાં વડાપ્રધાન મોદીએ વિદેશ બાબતોના અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી અને તેમની જીવનયાત્રાના વિવિધ પાસાઓ અંગે પણ ચર્ચા કરી. 


વડાપ્રધાન મોદી પર કોંગ્રેસ નેતાના પ્રહાર 

જ્યારે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પોડકાસ્ટ અંગે પ્રતિક્રિયા આપતાં ટીકાને લોકતંત્રનો આત્મા ગણાવવા બદલ વડાપ્રધાન મોદી સામે નિશાન તાક્યું. જયરામ રમેશે પીએમ મોદી પર એવા સંસ્થાનોના આત્માને ખતમ કરી દેવાનો આરોપ લગાવ્યો જે તેમની સરકારને જવાબદાર ઠેરવતી હતી. પીએમ મોદી ટીકાકારોથી હંમેશા બદલો લેવાની ભાવના ધરાવે છે. જે વ્યક્તિ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાનો સામનો કરતા ડરે છે તે એક વિદેશી પોડકાસ્ટર સામે પોતાની જાતને સહજ મહેસૂસ કરે છે. 

પીએમ મોદીએ ફ્રિડમેન સાથે પોડકાસ્ટ કર્યો હતો 

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથે પોડકાસ્ટમાં પાકિસ્તાન સાથેના સંબંધોની સાથે સાથે ચીન, અમેરિકા ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધ વિશે તેમના વિચારો રજૂ કર્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ તેમના જીવનના શરૂઆતના તબક્કા અંગે પણ ચર્ચા કરી. જ્યારે ગોધરા કાંડ અંગે તેમણે કહ્યું કે ગોધરાના રમખાણોને લઈને જુઠ્ઠાં કિસ્સાઓ ઘઢી કાઢવામાં આવ્યા હતા પણ કોર્ટે અમને નિર્દોષ જાહેર કર્યા. ટ્રમ્પ વિશે પીએમ મોદીએ કહ્યું કે બીજા કાર્યકાળમાં તેઓ વધુ તૈયારી સાથે આવ્યા હોય  તેવું લાગે છે. 



'જે વ્યક્તિ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાનો સામનો કરતા ડરે છે તે...' PM મોદીના પોડકાસ્ટ અંગે કોંગ્રેસના પ્રહાર 2 - image



Tags :