VIDEO : કાદવ જોઈ યુવકના ખભા પર સવાર થયા સાંસદ, પૂરનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા
Congress MP Tariq Anwar: રવિવારે કટિહારના સાંસદ તારિક અનવરે તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે મળીને બરારી અને મનિહારી વિધાનસભાના પૂરગ્રસ્ત અને ધોવાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી. આ દરમિયાન સાંસદે તેમના સમર્થકો સાથે નાવ અને ટ્રેક્ટર પર બેસીને ગામવાસીઓને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન સાંસદ તારિક અનવર કાદવ-પાણી જોઈને એક યુવકના ખભા પર ચડી ગયા, જેનો વીડિયો વાઈરલ થયો છે.
નદીનું જળસ્તર ઘટતાં ધોવાણનો કહેર
ગંગા નદીનું જળસ્તર ઘટવાની સાથે જ કટિહારના ધુરીયાહી પંચાયતમાં ધોવાણ ઝડપી બન્યું છે. આ ધોવાણની જાણકારી મળતાં, રવિવારે સાંસદ તારિક અનવર ધુરીયાહી પહોંચ્યા. અહીં શિવનગર અને સોનાખાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કરતી વખતે, જ્યારે તેઓ ધોવાણવાળી જગ્યા નજીક પહોંચ્યા ત્યારે રસ્તામાં કાદવ અને પાણી જોવા મળ્યું.
ખભા પર બેસીને સાંસદે પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું
આ પછી, સ્થાનિક લોકોના ખભા પર ચડીને સાંસદ તારિક અનવરે ધોવાણવાળા વિસ્તારનું નિરીક્ષણ કર્યું. ખભા પર બેસીને નિરીક્ષણ કરવાનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સાંસદ એક વ્યક્તિના ખભા પર બેઠા છે.
આ પણ વાંચો: મેઘરાજાનું તાંડવ : પંજાબમાં પૂર તો રાજસ્થાન અને ગુજરાત જળબંબાકાર, આજે પણ એલર્ટ
આ લોકો સાંસદને પહેલા કાદવ અને પછી પાણીથી ભરેલા રસ્તા પરથી લઈ જઈ રહ્યો છે. સાથે જ, અમુક લોકોએ સાંસદને પકડી રાખ્યા છે જેથી તેઓ નીચે ન પડી જાય. આ બાબતે સાંસદ તારિક અનવરે કહ્યું કે, તેઓ ધોવાણવાળા વિસ્તારનું નિરીક્ષણ કરવા ગયા હતા. રસ્તામાં કાદવ અને પાણી હતું. ત્યારે સ્થાનિક લોકોએ કહ્યું કે, અમે તેમને ખભા પર બેસાડીને ધોવાણવાળી જગ્યા સુધી લઈ જઈશું. તેઓ સ્થાનિક લોકોની વિનંતીને ના ન કહી શક્યા અને તેમના કહેવાથી ખભા પર ચડીને વિસ્તારનું નિરીક્ષણ કર્યું. ધુરીયાહી પંચાયતમાં પૂર પહેલા પણ ધોવાણ થયું હતું. ગામમાંથી હજુ પૂરનું પાણી સંપૂર્ણપણે ઉતર્યું નથી, પરંતુ સોનાખાલ નજીક પાણી ઘટતાં જ ધોવાણ વધુ ઝડપી બન્યું છે.