India

દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, આતંકીઓ વિશે બોલતાં જીભ લપસી!

By GS TEAM
29 Nov 20252 mins read
TukuTouch Logo
અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં અને વિવાદોમાં રહેતા કોંગ્રેસ નેતા ઉદિત રાજે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આતંકવાદ પર નિવેદન આપતા કોંગ્રેસ નેતાની જીભ લપસી ગઈ અને તેમણે આતંકવાદી હુમલાને આતંકવાદીઓનો "જલવો" ગણાવી દીધો. ઉદિત રાજે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે પણ કહેવામાં આવ્યું કે, આતંકવાદને દફનાવી દેવામાં આવ્યું છે, ત્યારે-ત્યારે આતંકવાદીઓએ પોતાનો જલવો દેખાડ્યો છે. તેમણે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, આતંકીઓ વિશે બોલતાં જીભ લપસી!

Congress Leader's Controversial Statement On Delhi Blast: અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં અને વિવાદોમાં રહેતા કોંગ્રેસ નેતા ઉદિત રાજે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આતંકવાદ પર નિવેદન આપતાં કોંગ્રેસ નેતાની જીભ લપસી ગઈ અને તેમણે આતંકવાદી હુમલાને આતંકવાદીઓનો "જલવો" ગણાવી દીધો. ઉદિત રાજે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, જ્યારે પણ કહેવામાં આવ્યું કે, આતંકવાદને દફનાવી દેવામાં આવ્યું છે, ત્યારે-ત્યારે આતંકવાદીઓએ પોતાનો જલવો દેખાડ્યો છે. તેમણે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.

દિલ્હી બ્લાસ્ટ

10 નવેમ્બરની સાંજે લાલ કિલ્લા પાસે એક i20 કારમાં થયેલા મોટા બ્લાસ્ટમાં હુમલાખોર સહિત 15 લોકો માર્યા ગયા હતા અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટને ડૉક્ટરોના એક આતંકવાદી મોડ્યુલે અંજામ આપ્યો હતો. જમ્મુ-કાશ્મીરના એક ડૉક્ટર આતંકવાદી ઉમર નબીએ આ આત્મઘાતી હુમલો કર્યો હતો.


કોંગ્રેસ નેતા ઉદિત રાજેનું વિવાદિત નિવેદન

જમ્મુ-કાશ્મીરની સુરક્ષા અંગે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગેના સવાલના જવાબમાં ઉદિત રાજે કહ્યું કે, તેઓ શું ખોટું કહી રહ્યા છે? રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપવામાં આવ્યું હતું. ઘણી વખત બેઇમાની થઈ રહી છે, તેઓ ત્યાં લૂંટ ચલાવી રહ્યા છે. લૂંટવા માટે જ રાખવામાં આવ્યું છે. પરિસ્થિતિને સંભાળી તો રહ્યા નથી. તાજેતરમાં કાશ્મીરમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જ્યારે બીજી તરફ તેઓ કહે છે કે અમે આતંકવાદને દફનાવી દીધું છે, પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કર્યો, પરંતુ તેમ છતાં આતંકવાદી પોતાનો જલવો દેખાડતા જ રહે છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકવાદી ઘટના માની, કેબિનેટ બેઠકમાં મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

આતંકીઓ વિશે બોલતા જીભ લપસી

"જલવા" કહ્યા પછી ઉદિત રાજે પોતાને સંભાળતા વાક્ય બદલતાં કહ્યું કે, 'આતંકવાદીઓ સતત પોતાની ગતિવિધિ ચાલુ રાખે છે અને એવું દેખાડી દીધું છે કે, તમારી વાતમાં દમ નથી. તેમણે આગળ કહ્યું કે, મોદી સરકારે થોડા દિવસો પહેલાં જ કહ્યું હતું કે. જમ્મુ-કાશ્મીરની બહાર દેશમાં ક્યાંય પણ કોઈ આતંકવાદી હુમલો નથી થયો, હવે તેના થોડા જ દિવસોમાં લાલ કિલ્લા પાસે બોમ્બ બ્લાસ્ટ કરીને દેખાડી દીધું. પહેલા પણ તેઓ એવું જ કહેતા હતા કે કાશ્મીરમાં આતંકવાદનો સફાયો થઈ ગયો છે, અને આતંકવાદીઓઅ પહલગામમાં મોટો આતંકવાદી હુમલો કરીને દેખાડી દીધું.'