Get The App

રાહુલ ગાંધી પાસે માત્ર રૂ.55000 રોકડા, રૂ.49 લાખનું દેવું... ચૂંટણી એફિડેવિટમાં આપી માહિતી

Updated: Apr 3rd, 2024

GS TEAM


Google News
Google News
રાહુલ ગાંધી પાસે માત્ર રૂ.55000 રોકડા, રૂ.49 લાખનું દેવું... ચૂંટણી એફિડેવિટમાં આપી માહિતી 1 - image


Lok Sabha Elections 2024 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ લોકસભા ચૂંટણી-2024 માટે આજે કેરળની વાયનાડ (Wayanad) બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ દરમિયાન તેમણે ચૂંટણી એફિડેવિટમાં કુલ સંપત્તિ (Total Property)ની વિગતો પણ આપી છે. તે મુજબ તેમની પાસે હાલ માત્ર રૂપિયા 55000 હજાર રોકડ છે. તેમણે નાણાંકીય વર્ષ 2022-23માં કુલ 1,02,78,680 રૂપિયાની આવક થઈ હોવાની પણ માહિતી આપી છે.

રાહુલ ગાંધીની શેર બજારમાં મોટું રોકાણ

કોંગ્રેસ (Congress) નેતાએ ચૂંટણી એફિડેવીટમાં જણાવ્યું છે કે, તેમની પાસે બેંકમાં 26.25 લાખ રૂપિયા જમા છે. તેમણે શેર બજારમાં કુલ 4.33 કરોડ રૂપિયાનું, મ્યુચ્યુઅલ ફંડમાં 3.81 કરોડનું અને સૉવરેન ગોલ્ડ બોન્ડમાં 15.2 લાખ રૂપિયાનું રોકાણ કરેલું છે. તેમની પાસે 4.2 લાખની જ્વેલરી પણ છે. 

રૂ.49 લાખથી વધુનું દેવું

આ ઉપરાંત રાહુલ ગાંધીના નામે NSS, Postal Saving અને ઈન્સ્યોરન્સ પોલિસીમાં લગભગ 16.52 લાખ રૂપિયાની ડિપોઝિટ છે. રાહુલ ગાંધી પાસે રૂ.9,24,59,264ની કુલ જંગમ સંપત્તિ અને કુલ રૂ.11,14,02,598ની સ્થાવર મિલકત છે. આમ તેમની કુલ 20,38,61,862 રૂપિયાની સંપત્તિ છે. રાહુલ ગાંધી પર લગભગ 49,79,184 રૂપિયાનું દેવું પણ છે. અગાઉ રાહુલ ગાંધીએ 2004માં પહેલી ચૂંટણી લડી હતી, તે દરમિયાન તેમની કુલ સંપત્તિ 55 લાખ રૂપિયા હતી.

રાહુલ પાસે વર્ષ 2019માં કેટલીક સંપત્તિ હતી?

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યું હતું કે, તેમની પાસે કુલ લગભગ 15 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે સમયે તેમની 72 લાખ રૂપિયાની લોન પણ હતી. છેલ્લા પાંચ વર્ષમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં લગભગ પાંચ કરોડનો વધારો થયો છે. તેમણે 2019માં વાયનાડ બેઠક પરથી બીજીવાર ચૂંટણી લડી હતી અને મોટા અંતરથી જીત મેળવી હતી.

Tags :