Get The App

G-20 નો લોગો હવે ભાજપનુ ચૂંટણી ચિહ્ન બની ગયો છે: જયરામ રમેશ

- કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ, G-20ના લોગો પર કમળનુ ફૂલ હોવુ શરમજનક ઘટના

- ભારત G-20 શિખર સંમેલનની મેજબાની કરવા જઈ રહ્યુ છે

Updated: Nov 9th, 2022

GS TEAM

Google News
Google News
G-20 નો લોગો હવે ભાજપનુ ચૂંટણી ચિહ્ન બની ગયો છે: જયરામ રમેશ 1 - image

નવી દિલ્હી, તા. 9 નવેમ્બર 2022 બુધવાર

ભારત G-20 શિખર સંમેલનની મેજબાની કરવા જઈ રહ્યુ છે. આ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. પીએમ નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા જ આનો લોગો અને વેબસાઈટને લોન્ચ કરી. હવે જી-20ના લોગો પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપ પર નિશાન સાધતા એક મોટુ નિવેદન આપ્યુ છે. જયરામ રમેશે જી-20ના લોગો પર બનેલા કમળના ફૂલની આકરા શબ્દોમાં ટીકા કરી છે. 

ભાજપ કોઈ તક છોડતી નથી

આ લોગોને મુદ્દે જયરામ રમેશે કહ્યુ, જી-20 નો લોગો હવે ભાજપનુ ચૂંટણી ચિહ્ન બની ગયો છે. ભાજપ પોતાના પ્રચારની કોઈ પણ તક છોડતી નથી. એવામાં વૈશ્વિક સંગઠનની મેજબાની માટે જારી કરવામાં આવેલા લોગો પર કમળનો ફોટો હોવો આ એક પ્રકારની શરમજનક ઘટના છે.  

જયરામ રમેશે નારાજગી વ્યક્ત કરતા ટ્વીટ પણ કરી જેમાં તેમણે લખ્યુ, આજથી 70 વર્ષ પહેલા જવાહર લાલ નેહરુજીએ કોંગ્રેસના ધ્વજને ભારતનો ધ્વજ બનાવવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. હવે દેશ તરફથી બનાવવામાં આવેલા જી20ની મેજબાનીનો લોગો ભાજપનું ચૂંટણી ચિહ્ન બની ચૂક્યો છે. આ તમામ હેરાન કરી દેનારુ છે. અમે જાણીએ છીએ કે પીએમ મોદી અને ભાજપ પોતાનો પ્રચાર કરવાની કોઈ તક છોડશે નહીં.

G-20 નો લોગો હવે ભાજપનુ ચૂંટણી ચિહ્ન બની ગયો છે: જયરામ રમેશ 2 - image

પીએમ મોદીએ લોગો પર કહી આ વાત

કોંગ્રેસ આ લોકો પર નિવેદનબાજી કરીને નિશાન સાધી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20નો લોગો, થીમ અને વેબસાઈટને જારી કરતા એ કહ્યુ હતુ કે ભારત માટે આ એક ઐતિહાસિક અવસર છે. જી-20ના લોગોમાં કમળનુ ફૂલ ભારતની પૌરાણિક ધરોહર, આપણી આસ્થા, આપણી બૌદ્ધિકતાને ચિત્રિત કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ભારત 1 ડિસેમ્બરે વર્તમાન અધ્યક્ષ ઈન્ડોનેશિયાથી શક્તિશાળી ગ્રૂપ જી20 ની અધ્યક્ષતા ગ્રહણ કરશે.