| image : Twitter |
કોંગ્રેસના નેતા અને પૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશે પર્યાવરણ અને વિજ્ઞાનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ છે આ સાથે જ તેમણે કહ્યું હતું કે સંસદ દ્વારા લાવવામાં આવેલા ત્રણ બિલ સમિતિને મોકલવામાં આવ્યા નથી.
3 very important Bills bulldozed through Parliament these past few days were deliberately not referred to the Standing Committee on Science & Technology, Environment, Forests and Climate Change.
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 9, 2023
These are Bills that radically amend the Biological Diversity Act. 2002 and the…
સરકાર દ્વારા સમિતિને મહત્વપૂર્ણ બિલ મોકલવામાં આવ્યા નથી : જયરામ રમેશ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને વન અને આબોહવા પરની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું કહેવું છે કે સરકાર દ્વારા સ્થાયી સમિતિને ઘણા મહત્વપૂર્ણ બિલ મોકલવામાં આવ્યા નથી. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે આ સ્થિતિમાં તેમને આ પદ પર ચાલુ રહેવાનું કોઈ મહત્વ દેખાતું નથી. અગાઉ, જયરામ રમેશે જૈવિક વિવિધતા સંશોધન બિલ પસાર થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ગયા અઠવાડિયે જ ત્રણ બિલ પાસ થયા હતા. તેમણે ફોરેસ્ટ સંરક્ષણ સુધારા વિધેયક પસાર કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સ્થાયી સમિતિને મોકલવાને બદલે સરકારે આ બિલને સંસદની સંયુક્ત સમિતિને મોકલ્યું હતું, જેનું નેતૃત્વ ભાજપના નેતા કરે છે. વધુમાં તેણે કહ્યું કે સરકારે જાણીજોઈને સંસદ દ્વારા લાવવામાં આવેલા ત્રણ અત્યંત મહત્વપૂર્ણ બિલોને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલ્યા નથી.
ટ્વીટ કરીને શા માટે રાજીનામું આપ્યું
જયરામ રમેશે તેના વિશે ટ્વિટ પણ કર્યું હતું જેમાં લખ્યું કે આ એવા બિલ છે જે જૈવિક વિવિધતા અધિનિયમ 2002 અને ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980 અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપનામાં મૂળભૂત સુધારા કરે છે. આટલું જ નહીં સમિતિએ ઘણા નક્કર સૂચનો સાથે DNA ટેક્નોલોજી નિયમન બિલ 2019 પર એક વ્યાપક અહેવાલ રજૂ કર્યો હતો, જે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. મોદી સરકારે તેને બદલે ક્રિમિનલ પ્રોસિજર એક્ટ 2022ની સાથે જ તેને દૂર કરી દીધો છે.
કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા
આ સંજોગોમાં મને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ચાલુ રાખવાનું કોઈ મહત્વ દેખાતું નથી, જેના વિષયો મારા હૃદયની ખૂબ નજીક છે અને મારી શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિને અનુરૂપ છે તેમ તેમણે વધુમાં કહ્યું હતું. સ્વયંભૂ, સર્વજ્ઞ અને વિશ્વગુરુના આ યુગમાં આ બધું અપ્રસ્તુત છે. મોદી સરકારે વધુ એક સંસ્થાકીય તંત્રને નકામું બનાવી દીધું છે.


