હોટલમાં 3 યુવતીઓ સાથે ઝડપાયા કોંગ્રેસ નેતા, કહ્યું- હું તો માત્ર ચા પીવા આવ્યો હતો; પક્ષે કરી હકાલપટ્ટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MP Guna Hotel Raid Congress Leader Arrested: મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં આવેલી હોટેલ રાજ પેલેસમાં પોલીસના દરોડા બાદ હડકંપ મચી ગયો હતો. ગુપ્ત માહિતીના આધારે પહોંચેલી પોલીસે ત્રણ રૂમમાંથી ત્રણ યુગલોને શંકાસ્પદ હાલતમાં પકડ્યા હતા, જેમાં બ્યાવરાના બ્લોક કોંગ્રેસ પ્રમુખ રાહુલ ડાંગી પણ સામેલ હતા.
કોંગ્રેસે પાર્ટીમાંથી કર્યા હાંકી કાઢ્યા
અનૈતિક પ્રવૃત્તિઓમાં સંડોવણી સામે આવ્યા બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના નિર્દેશાનુસાર રાહુલ ડાંગીને તાત્કાલિક અસરે હોદ્દા પરથી મુક્ત કરીને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ સંગઠન પ્રભારી મહાસચિવ સંજય કામલે દ્વારા જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આવી અનૈતિક પ્રવૃત્તિઓને પાર્ટીમાં કોઈ સ્થાન નથી.
જાણો શું છે સમગ્ર મામલો?
ગુના જિલ્લાના ચાંચૌડા સ્થિત મનોહરથાના રોડ પર આવેલી હોટેલ રાજ પેલેસમાં શનિવારે સાંજે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે રાહુલ ડાંગી (30), ઉમાકાંત પુરી અને ઈન્દ્રસિંહ મેહર (22) ને યુવતીઓ સાથે શંકાસ્પદ હાલતમાં પકડ્યા હતા. આ કાર્યવાહી બાદ હોટેલ મેનેજર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, કોંગ્રેસ નેતા રાહુલ ડાંગીએ તમામ આરોપોને ફગાવી દેતા દાવો કર્યો હતો કે, તેઓ રાજસ્થાનના કામખેડા મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને માત્ર ચા પીવા માટે હોટેલમાં રોકાયા હતા.
બીજી તરફ, પકડાયેલી ત્રણેય યુવતીઓ પુખ્ત વયની હોવાથી અને કોઈ ફરિયાદી ન હોવાથી પોલીસે તમામ આરોપીઓ સામે શાંતિ ભંગની ધારા હેઠળ કાર્યવાહી કરીને મામલતદાર સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને જામીન મળી ગયા હતા.









