કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મદિવસ, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા
નવી દિલ્હી, તા.19 જૂન 2019, બુધવાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધી આજે 49 વર્ષના થઈ ગયા છે, આજે એમનો જન્મદિવસ છે. એવામાં તેમના સમર્થકો સમગ્ર દેશમાં આજે ઉજવણી કરી રહ્યા છે અને રાહુલને જન્મદિવસની શુભકામના પણ લોકો પાઠવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે ટ્વીટ કરીને રાહુલને જન્મદિવસની શુભેચ્છા આપી અને તેમના સારા સ્વાસ્થ્યની પ્રાથના કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, શ્રી રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર શુભકામના. ઇશ્વર તેમને સારૂં સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્ય આપે.Best wishes to Shri @RahulGandhi on his birthday. May he be blessed with good health and a long life.
— Narendra Modi (@narendramodi) June 19, 2019
રાહુલ ગાંધીના જન્મદિસવના પ્રસંગે યૂથ કોંગ્રેસ આજે સમગ્ર દેશમાં કાર્યક્રમ કરશે. આ ઉપરાંત રાહુલ આજે પાર્ટી કાર્યાલયમાં હાજર રહશે. તેઓ સવારથી પાર્ટી કાર્યકર્તાઓ જોડે મુલાકાત કરશે.
દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિત રાહુલ ગાંધીના જન્મદિનના પ્રસંગે પાર્ટી કાર્યલાય ખાતે વૃક્ષને રોપવાનું કાર્ય કરશે અને કાર્યકર્તાઓને સંબોધન કરશે. કોંગ્રેસએ પાર્ટીના ટ્વીટર એકાઉન્ટમાં રાહુલ ગાંધીના પાંચ સારા ભાષણોનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ ભાષણોમાં સાંસદમાં રાહુલે આપેલા ભાષણ. વિદ્યાર્થીએ જોડે ચર્ચા અને ઈન્ટરવ્યૂની ઝલક જોવા મળે છે.
રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ થયો હતો. અને રાહુલની રાજનીતિક સફરની શરૂઆત 2004માં પ્રથમ વખત અમેઠી બેઠકમાં સાંસદ બનીન