Get The App

ચોમાસાા બાદ કેરળના બિસ્માર રોડની દશા જોઇ હાઇકોર્ટ લાલઘૂમ થઇ

સરકાર દર વર્ષે એવા જ રોડ તૈયાર કરે છે જે બીજા ચોમાસા બાદ તૂટી જાય છે જે ખરેખર ખુબ જ આઘાતજનક છે

ટકાઉ રોડ બાંધી ન શકતા એન્જિનિયરોને તગેડી મૂકો

Updated: Nov 25th, 2021

GS TEAM

Google News
Google News

કોચી, તા. ૨૫

દેશના દરેક શહેરમાં ચોમાસું પૂરું થઇ ગયા બાદ રોડ અને રસ્તા તદ્દન ભંગાર થઇ જાય છે તે દેશવાસીઓ માટે કોઇ નવી વાત નથી. ઘણી વાર તો જે તે શહેરના રોડ-રસ્તાને રિપેર કરવા સંબંધિત રાજ્યની હાઇકોર્ટોને દરમ્યાનગીરી કરવી પડે છે અને હાઇકોર્ટ લાલ આંખ બતાવે ત્યારબાદ જ સત્તાવાળાઓની ઉંઘ ઉડે છે અને રોડ રિપેરિંગનું કામ શરુ કરે છે. સમાન સ્થિતિ દર્શાવતી એક ઘટના આજે કેરલ હાઇકોર્ટમાં જોવા મળી.

ગુરુવારે કેરળ હાઇકોર્ટે ખુબ જ ક્રોધિત સ્વરોમાં કહ્યુ હતું કે રાજ્યમાં દરેક ચોમાસા બાદ રોડ રસ્તાની હાલત તદ્દન ભંગાર થઇ જાય છે અને જ્યારે તેની હાલત વાહનો ચલાવી ન શકાય એવી થઇ જાય ત્યારબાદ જ સત્તાવાળાઓ રોડ રિપેરિંગનું કામ શરુ કરે છે જે ખરેખર ગુસ્સો અને ક્રોધ ચડે એવું છે અને રાજ્ય માટે એક કરુણાંતિકા સમાન છે, અને વધુ આઘાતજનક બાબત તો એ છે કે ચોમાસા બાદ રોડ રિપેર થઇ જાય છે તેમ છતાં તે રોડ બીજા ચોમાસાની ઝીંક ઝીલી શકતા અને ફરીથી તૂટી જાય છે એમ ન્યાયમૂર્તિ દેવન રામચદ્રને કહ્યું હતું.

તમારે રોડ ઉપર થિંગડા મારવાની જગ્યાએ આખો રોડ રિપેર કરવો જોઇએ જો તમારા એન્જિનિયર આગામી ચોમાસા સુધી મજબૂત રહે એવા રોડ રિપેર કરી શકતા ન હોય તો તેમને રાજીનામું આપી દેવાનું જણાવી દો, કેમ કે તેઓના સ્થાને કામ કરી શકે એવા રાજ્યમાં ઘણાં એન્જિનિયરો ઉપલબ્ધ છે એમ ન્યામૂર્તિએ કહ્યું હતું

દરેક ચોમાસા બાદ રોડ રસ્તા તૂટી ગયા છે એવી ફરિયાદો શરુ થઇ જાય છે જે ખરેખર ખુબ જ કરુણ બાબત કહેવાય. વધુ ક્રોધ ચઢાવનારી વાત તો એ છે કે રિપેર થયેલા રોડ પણ થોડો સમય બાદ ફરીથી તૂટી જાય છે એમ હાઇકોર્ટે ઉમેર્યું હતં. દર છ સમહિને રોડને રિપેર કરવાનો ખર્ચ દેશને અને નાગરિકોને પરવડે નહીં અને અહીં એવુ જ થતું જણાય છે એમ કોર્ટે કહ્યું હતું. સત્તાવાળાઓએ લાંબા સમય સુધી ટકી શકે એવા મજબૂત અને ટકાઉ રોડ બાંધવા જોઇએ, કેમ કે જો તમે આજે સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરશો તો બાકીના સમયમાં ઘણો ખર્ચો બચી જશે એમ કોર્ટે કહ્યું હતું.

 

Tags :