Get The App

ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના મુસાફરો માટે રાહત, ભાડામાં 25% જેટલો ઘટાડો થશે

રાહત માટે મંત્રાલય ઝોનલ રેલવેને સત્તા સોંપશે

અન્ય ચાર્જ લગથી વસૂલવામાં આવશે

Updated: Jul 8th, 2023

GS TEAM

Google News
Google News
ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના મુસાફરો માટે રાહત, ભાડામાં 25% જેટલો ઘટાડો થશે 1 - image


રેલ્વે બોર્ડે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત આપી છે. રેલવે બોર્ડે એસી ચેર કાર અને વંદે ભારત સહિતની ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરનારાઓને મોટી રાહત આપવાની વાત કરી છે. 

સંખ્યાના આધારે રાહત આપી શકે

રેલ્વે બોર્ડે કહ્યું છે કે વંદે ભારત સહિત તમામ ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. રેલ્વે બોર્ડે ઝોનને એવી ટ્રેનોમાં કન્સેશનલ ભાડાની યોજના દાખલ કરવા કહ્યું છે જે છેલ્લા 30 દિવસમાં મુસાફરોની સંખ્યા 50 ટકાથી ઓછી રહી છે. મુસાફરોની સંખ્યાના આધારે કોઈપણ વર્ગ અથવા તમામ વર્ગોમાં રાહત આપી શકે છે. રાહત માટે મંત્રાલય ઝોનલ રેલવેને સત્તા સોંપશે.

કેટલું ભાડું કેટલું ઘટશે ?

આ આદેશ બાદ વંદે ભારત સહિત તમામ ટ્રેનોના એસી ચેર કાર, એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકાનો ઘટાડો થશે. આ યોજના એસી ચેર કાર અને વિસ્ટાડોમ કોચ સહિત એસી ચેર સુવિધા ધરાવતી તમામ ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં લાગુ થશે. ભાડા પર મહત્તમ 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હશે. જો કે અન્ય ચાર્જ જેમ કે રિઝર્વેશન ચાર્જ, સુપર ફાસ્ટ સરચાર્જ, GST વગેરે અલગથી વસૂલવામાં આવશે. 

કેટલા સમય સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

ભાડામાં રાહત ઝોનલ અધિકારી દ્વારા નક્કી કરવામાં આવેલ સમયગાળા માટે લાગુ થશે, તેની અસરથી મુસાફરીની તારીખો માટે વધુમાં વધુ છ મહિના સુધી. માંગના આધારે આખા સમયગાળા માટે અથવા અમુક મહિના અથવા અઠવાડિયા અથવા છ મહિના માટે રાહત ભાડું આપી શકે છે.

Tags :