ભારતના આ પ્રદેશમાં રહેતો વિશિષ્ટ સમુદાય, પોતાને માને છે સિકંદરનો વંશજ
અંદાજે ૬૦૦૦ લોકોની વસ્તી ધરાવતા સમૂદાયની કોઇ લેખિત ભાષા નથી
કારગિલમાં ઘુસણખોરોની બાતમી આપીને દેશની ઇજજત બચાવી હતી
નવી દિલ્હી, ૧૯ જુલાઇ,૨૦૨૪,શુક્રવાર
હિમાલયના ખૂબસૂરત પહાડોથી ઘેરાયેલા લડ્ડાખના એક છેડે બ્રોકપા નામનો સમૂદાય રહે છે. અંદાજે ૬૦૦૦ લોકોની વસ્તી ધરાવતા સમૂદાયની કોઇ લેખિત ભાષા નથી પરંતુ આગવું કેલેન્ડર છે. તેમના કેલેન્ડરમાં ૧૨ વર્ષ પછી એક છંદ જોડવામાં આવે છે. તેઓ માને છે કે પોતાના પૂર્વજ પ્રાચીન ગ્રીકના સિકંદરના વંશજ હતા. કેટલાક સૈનિકો અને રસાલા સાથે સંકળાયેલા માણસો રોકાઇ ગયા હતા. દર ૩ વર્ષે સિંધુ નદીના કાંઠે દરેક ગામમાં અહીંયા આગમન થયું હતું તેનો ઉત્સવ મનાવે છે.
સમુદાયના લોકોની ચામડીનો રંગ પ્રમાણમાં ગોરો છે. જો કે વૈજ્ઞાાનિકોને સમુદાયના દાવા પર શંકા રહે છે કારણ કે બ્રોકપાના ડીએનએના અધ્યનમાં જાણવા મળ્યું હતું કે આમનું કનેકશન દક્ષિણ ભારત સાથે હોઇ શકે છે. સમુદાયના વડિલોનો દાવો છે કે બ્રોકપા ભાષામાં ૧ હજાર કરતા પણ વધારે ગીતો છે જેમાં તેમની સમગ્ર ઐતિહાસિક યાત્રા અને સંસ્કૃતિનું વર્ણન છે. બ્રોકપા બહુ લગ્નપ્રથામાં વિશ્વાસ ધરાવે છે.
સમુદાય સિવાયના બહારના લોકો સાથે લગ્ન કરવા સારુ માનવામાં આવતું નથી. ૧૯૯૯માં બ્રોકપા યાક અને તાશા નામગ્યાલે ભારતીય વિસ્તારમાં પાકિસ્તાની ઘૂસણખોરોને જોયા હતા. ત્યાર પછી જ ભારતીય આર્મીએ કારગિલમાં એકશન લીધા હતા. કારગિલ યુદ્ધ પુરું થયા પછી ભારતીય અધિકારીઓએ બ્રોકપાઓના વિસ્તારને આર્યનવેલી નામ પાડયું હતું. આર્યનવેલીએ પર્યટન શરુ થયું હતું અને ભારતના અંતિમ ગામ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.