કોમર્શિયલ LPG ગેસના ભાવમાં ઘટાડો, રાંધણ ગેસમાં એપ્રિલના વધારા બાદ કોઈ રાહત નહીં
LPG Price on 1 May 2025 | ઇન્ડિયન ઓઇલે LPG ગેસના ભાવમાં ઘટાડો કરી દીધો છે. માહિતી અનુસાર આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તા થઈ ગયા છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 17 રૂપિયા સુધીનો ઘટાડો કરાયો છે.
કયા શહેરમાં કેટલો ભાવ?
આજે 1 મેના રોજ કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે 1868.50 રૂપિયાને બદલે 1851.50 રૂપિયા થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં આ સિલિન્ડરની કિંમત હવે 1713.50 રૂપિયાને બદલે 1699 રૂપિયા અને ચેન્નાઈમાં 1921.50 રૂપિયાને બદલે 1906.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે દિલ્હીમાં 1747.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
રાંધણ ગેસમાં શું ફેરફાર?
જ્યારે ઘરેલું રાંધણ એલપીજી ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. આજે 1 મે, 2025 ના રોજ ઘરેલું LPG સિલિન્ડર દિલ્હીમાં 853 રૂપિયામાં, કોલકાતામાં 879 રૂપિયામાં, મુંબઈમાં 852.50 રૂપિયામાં અને ચેન્નાઈમાં 868.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
8 એપ્રિલે ઘરેલુ LPGના ભાવમાં એકઝાટકે 50 રૂ. વધ્યા હતા
ઘરેલુ LPG ગેસના ભાવ 8 એપ્રિલના રોજ અપડેટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં 50 રુ.નો વધારો કર્યો હતો. આ વધારો લગભગ એક વર્ષ પછી થયો હતો. 1 એપ્રિલના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો હતો.