Get The App

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનાં ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનાં ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો 1 - image


- વિમાન ઇંધણ એટીએફનાં ભાવમાં 5.4 ટકાનો વધારો

- હોટેલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કીલોનાં એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ઘટીને રૂ. 1580 થયો

નવી દિલ્હી : વૈશ્વિક વલણને ધ્યાનમાં રાખીને સરકારી માલિકીની ઓઇલ કંપનીઓએ જારી કરેલા માસિક પ્રાઇસ રિવિઝન હેઠળ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ૫.૪ ટકાનો વધારો કર્યો છે જ્યારે કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરનાં ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો થયો છે. 

વિમાનમાં ઇંધણ તરીકે વપરાતા એક કીલોલીટર એટીએફનો ભાવ દિલ્હીમાં ૫૧૩૩.૭૫ રૂપિયા વધીને ૯૯,૬૭૫.૭૭ રૂપિયા થયો છે. સરકારી ઓઇલ કંપનીઓ સતત ત્રીજા મહિને એટીએફનાં ભાવમાં વધારો કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે એક નવેમ્બરે એટીએફનાં ભાવમાં ૧ ટકા અને એક ઓક્ટોબરે એટીએફનાં ભાવમાં ૩.૩ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આજે એટીએફનાં ભાવમાં કરાયેલા વધારાને કારણે એરલાઇન્સ પણ દબાણ વધશે કારણકે એરલાઇન્સનો ૪૦ ટકા ખર્ચ ઇંધણ પાછળ થાય છે. 

જો કે આ ભાવવધારા અંગે એરલાઇન્સ દ્વારા હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બીજી તરફ હોટેલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા ૧૯ કીલોનાં કોમર્શિયલ એલપીૂજી સિલિન્ડરનાં ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

આ સાથે જ દિલ્હીમાં ૧૯ કીલોનાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટીને ૧૫૮૦.૫૦ રૂપિયા થઇ ગયો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનાં ભાવમાં સતત બીજા મહિને ઘટાડો કરવામાં આવ્યો છે. એક નવેમ્બરે આ સિલિન્ડરનાં ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

૧૪.૨ કીલોનાં ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનાં ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૮૫૩ રૂપિયાએ સ્થિર રાખવામાં આવ્યો છે.  

Tags :