India

17 છોકરીઓના યૌન શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદની વોટ્સએપ ચેટ સામે આવી

By GS TEAM
24 Sep 20253 mins read
TukuTouch Logo
વોટ્સએપ પર અશ્લીલ મેસેજ, મોડી રાત્રે બોલાવી અડપલાં કરનારા દિલ્હીની શ્રી શારદા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયન મેનેજમેન્ટના કથિત સંત સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફ પાર્થ સારથી ફરાર છે. જે વિદેશ લઈ જવાની લાલચથી માંડી પરીક્ષામાં નપાસ કરવા સુધીની ધમકી આપી પીડિતાઓ સાથે અભદ્ર વર્તન કરી રહ્યો હતો. પીડિતાઓએ ચેટ્સ અને નિવેદનો મારફત સ્વામી ચૈતન્યાનંદનું પોત પ્રકાશ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

17 છોકરીઓના યૌન શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદની વોટ્સએપ ચેટ સામે આવી

Swami Chaitanyananda Saraswati Molestation Girls: વોટ્સએપ પર અશ્લીલ મેસેજ, મોડી રાત્રે બોલાવી અડપલાં કરનારા દિલ્હીની શ્રી શારદા ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયન મેનેજમેન્ટના કથિત સંત સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી ફરાર છે. જે વિદેશ લઈ જવાની લાલચથી માંડી પરીક્ષામાં નપાસ કરવા સુધીની ધમકી આપી પીડિતાઓ સાથે અભદ્ર વર્તન કરી રહ્યો હતો. પીડિતાઓએ ચેટ્સ અને નિવેદનો મારફત સ્વામી ચૈતન્યાનંદનું પોત પ્રકાશ્યું છે.

અશ્લીલ મેસેજ અને ધમકીઓનો ખેલ

દિલ્હી પોલીસની FIR મુજબ, સ્વામી ચૈતન્યાનંદ મોડી રાત્રે વિદ્યાર્થીનીઓને વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલતા હતા. તેમના કેટલાક મેસેજમાં લખ્યું હતું કે, 'મારા રૂમમાં આવો, હું તમને વિદેશ લઈ જઈશ, તમારે પૈસા પણ ચૂકવવા પડશે નહીં. જો તમે મારી વાત નહીં માનો તો હું તમને નાપાસ કરી દઈશ.' પીડિતાઓએ કહ્યું કે, તે ધમકી આપતા હતા કે, જો મારો વિરોધ કર્યો તો તેમને પરીક્ષાના ગુણ કાપવાની અને તેમની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપવામાં આવી હતી.

વોર્ડન પણ સંડોવાયેલા

આ વાર્તામાં બાબા એકમાત્ર ગુનેગાર નહોતા. સંસ્થાની ત્રણ મહિલા વોર્ડન પણ આ કાવતરામાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વોર્ડન છોકરીઓ પર ચૂપ રહેવા દબાણ કરતા હતા અને તેમના મોબાઇલ ફોનમાંથી તેમની ચેટ ડિલીટ કરી દેતા હતા. તેમજ ફરિયાદ કરવા પર હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપતા હતા. તેમને ચૂપ રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે ત્રણેય વોર્ડનના નિવેદનો નોંધ્યા છે, અને તેમની ભૂમિકાની પણ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ દિલ્હીની શૈક્ષણિક સંસ્થાનમાં 17 છોકરીના યૌન શોષણનો આરોપ, સ્વામી ચૈતન્યાનંદ સામે FIR

ફરિયાદ નોંધાતા ગુનો બહાર આવ્યો

4 ઑગસ્ટ, 2025ના રોજ શ્રી શ્રૃંગેરી મઠના સંચાલક પી. એ. મુરલીએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, ચૈતન્યાનંદે EWS(આર્થિક રીતે નબળા વિભાગ)ની વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કર્યું હતું. પોલીસ તપાસ શરુ થઈ, અને બાબા વિરુદ્ધ સત્ય બહાર આવ્યું.

સીસીટીવી ફૂટેજ ગાયબ

પોલીસે જ્યારે ઇન્સ્ટીટ્યુટના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસનું રેકોર્ડિંગ ડિલિટ થઈ ગયું હતું. શંકા છે કે, વોર્ડન અને બાબાએ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. ડીવીઆર ફોરેન્સિક લેબ મોકલવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન પણ ફોરેન્સિક તપાસમાં મોકલવામાં આવ્યા છે. કારણકે, તેમની પાસે પણ ચેટ્સ ડિલિટ કરાવવામાં આવી હતી. ડિલિટ ડેટા રિકવર થયા બાદ કેસ વધુ મજબૂત બનશે.

વિદેશી કનેક્શન અને ફરાર

એફઆઇઆર સમયે ચૈતન્યાનંદ લંડનમાં હતો. છેલ્લું લોકેશન હાલ આગ્રામાં ટ્રેસ થયું હતું. પોલીસને શંકા છે કે તે વિદેશ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. તેથી તાત્કાલિક LOC (લુક આઉટ સર્ક્યુલર) જારી કર્યું છે. તપાસમાં એ પણ બહાર આવ્યું કે બાબા પાસે ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી વોલ્વો કાર હતી. આ કાર કોઈ બીજાના નામે રજિસ્ટર્ડ હતી, જેનાથી તેના વિદેશી નેટવર્ક પર સવાલો ઊભા થયા છે. ધરપકડ ટાળવા માટે બાબાએ દિલ્હી હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી, પરંતુ સુનાવણી પહેલા અરજી પાછી ખેંચી હતી. પોલીસ સૂત્રો કહે છે કે પોલીસ તેનો પીછો કેટલી ઝડપથી કરી રહી છે તે ચકાસવા માટે બાબા દ્વારા આ એક કાવતરું હતું.