Get The App

CM યોગીને ધમકાવનાર મહિલા નીકળી, બાબા સિદ્દિકી જેવા હાલ કરવાની આપી હતી ચીમકી

Updated: Nov 3rd, 2024

GS TEAM

Google News
Google News
CM યોગીને ધમકાવનાર  મહિલા નીકળી, બાબા સિદ્દિકી જેવા હાલ કરવાની આપી હતી ચીમકી 1 - image

CM Yogi Death Threat News | પહેલા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી ત્યારે હવે સીએમ યોગીને પણ આવી જ ધમકી મળી છે. મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપતો એક મેસેજ આવ્યો છે. જોકે મળતી માહિતી અનુસાર આ મામલે મુંબઈ પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી છે. 

કોણ છે આરોપી? 

તેની ઓળખ ફાતિમા ખાન તરીકે થઇ છે અને તેની વય લગભગ 24 વર્ષ હોવાનું જણાવાયું છે. તે ઉલ્હાસનગરની રહેવાશી છે. ફાતિમાના પિતા એક ફર્નિચરના વેપારી છે. આરોપી મહિલાએ બીએસસી ઈન્ફર્મેશન ટેક્નોલોજીથી બીએસસી કર્યું છે. પોલીસે કહ્યું કે મહિલા ભણેલી ગણેલી છે પરંતુ તેની માનસિક હાલત સ્થિર નથી. 

જુઓ કેવી રીતે આપી ધમકી

મુંબઈ પોલીસના ટ્રાફિક કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને ધમકી મળી હતી કે જો 10 દિવસમાં યોગી આદિત્યનાથ રાજીનામું નહીં આપે તો તેનો હાલ પણ બાબા સિદ્દિકી જેવા કરીશું. 

મુંબઈ પોલીસે શરૂ કરી તપાસ 

આ ઘટના સામે આવતા જ મુંબઈ પોલીસ એક્ટિવ થઈ હતી. ગત શનિવારે સાંજે આ ધમકીભર્યો મેસેજ મળતાં જ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. ધમકી આપનાર આ અજાણ્યા વ્યક્તિને શોધવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે.

CM યોગીને ધમકાવનાર  મહિલા નીકળી, બાબા સિદ્દિકી જેવા હાલ કરવાની આપી હતી ચીમકી 2 - image