Get The App

'અફવાઓ પર ધ્યાન ન આપતાં, જે ઘાટ પર હોવ ત્યાં સ્નાન કરો..' મહાકુંભના શ્રદ્ધાળુઓને CM યોગીની અપીલ

Updated: Jan 29th, 2025

GS TEAM

Google News
Google News
'અફવાઓ પર ધ્યાન ન આપતાં, જે ઘાટ પર હોવ ત્યાં સ્નાન કરો..' મહાકુંભના શ્રદ્ધાળુઓને CM યોગીની અપીલ 1 - image

Maha Kumbh Stampede | પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે ગત રાત્રિએ નાસભાગની ભયંકર ઘટના બની હતી જેમાં 10થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓને મહત્ત્વપૂર્ણ અપીલ કરી હતી. 


શું કહ્યું યોગીએ? 

સીએમ યોગીએ એક ટ્વિટ કરતાં કહ્યું કે શ્રદ્ધાળુઓને મારો અનુરોધ છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને તંત્ર દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરે. મા ગંગાના દરેક ઘાટને સ્નાન માટે વ્યવસ્થિત કરવામાં આવ્યા છે એટલા માટે શ્રદ્ધાળુઓ જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરે અને સંગમ જવાનો પ્રયાસ ન કરે. 

અનેક લોકો નાસભાગમાં કચડાયા

સીએમ યોગીએ કહ્યું કે સરકાર અને વહીવટીતંત્ર તરફથી તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી સ્નાનનો આ પાવન અવસર સુગમ અને સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે. ઉલ્લેખનીય છે કે મૌની અમાસના અવસરે બીજા અમૃત સ્નાન વખતે સંગમ પર ભીડ ઉમટતાં મંગળ-બુધની રાત્રિએ નાસભાગ મચી ગઈ હતી અને જેમાં અનેક લોકો કચડાઈ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ઘવાયા હતા. 



જગદ્ગુરુ સ્વામીએ પણ કરી અપીલ  

બીજી બાજુ જગદ્ગુરુ સ્વામી રામભદ્રાચાર્યજીએ પણ મહાકુંભમાં આવતાં તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે આજે પ્રયાગરાજમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ છે એટલા માટે શ્રદ્ધાળુઓએ ફક્ત સંગમ ઘાટ પર સ્નાન કરવાનો આગ્રહ ન રાખવો. 

'અફવાઓ પર ધ્યાન ન આપતાં, જે ઘાટ પર હોવ ત્યાં સ્નાન કરો..' મહાકુંભના શ્રદ્ધાળુઓને CM યોગીની અપીલ 2 - image